________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮_
એક રાત અનેક વાત “તો હું તને કહું છું કે તું ગૃહત્યાગનો વિચાર ત્યજી દે. સાધુ બનવાની વાત ભૂલી જા. કારણ કે તારા વિના તારી માતા અને હું જીવી શકીએ એમ નથી.”
પરંતુ પિતાજી.' “કુમાર, હું બીજી કોઈ વાત સાંભળવા ઇચ્છતો નથી. તારે મહેલમાં રહીને જે ધર્મારાધના કરવી હોય તે કરી શકે છે. સાધુ બનવાની વાત હવે તે ફરીથી કરીશ નહીં.'
કુમારના મુખ પર ગ્લાનિ આવી ગઈ. તેની આંખો ભીની થઈ ગઈ. તે ઊભો થઈ ગયો ને પોતાના ખંડમાં ચાલ્યો ગયો.
ખંડમાં તે એકલો જ હતો. કોશલા રાણી યશોદા પાસે હતી. તે બેસી ન શક્યો. ખંડમાં આંટાફેરા મારવા લાગ્યો. તેના મનમાં વિચારોનું ઘમસાણ મચી ગયું હતું.
શું કરું? શું ન કરૂં? એને કાંઈ સૂઝતું નથી. રાજકુમાર તરીકેની પરાધીનતા એને સતાવવા લાગી.
ભોજનનો સમય થયો. કોશલા ભોજન માટે બોલાવવા આવી. તેણે કહ્યું : “મને સુધા નથી. હું ભોજન નહીં કરું.”
પરંતુ પિતાજી આપની રાહ જુએ છે.' તેમને કહેજે કે મને ક્ષુધા નથી એટલે હું ભોજન નહીં કરું.” કોશલાની આંખો ભીની થઈ ગઈ. તે ધીમે પગે ચાલી ગઈ. યશોદાને તેણે કહી દીધું. યશોદાએ પારથ સામે જોઈને કહ્યું : “હું શિવને બોલાવી લાવું છું.”
યશોદા શિવકુમારના ખંડમાં આવી. કુમાર બે હથેળીમાં મુખ દબાવીને પલંગમાં સૂતો હતો. યશોદાએ પલંગના કિનારે બેસીને કુમારના માથે હાથ મૂક્યો. કુમારે આંખ ખોલીને જોયું.
બેટા, ભોજન કરી લે... ચાલ મારી સાથે.” “મા, મને સુધા નથી. હું ભોજન નહીં કરું.” યશોદા મૌન બેસી રહી. કુમાર મૌનપણે સૂતો રહ્યો. રાજા પદ્મરથે પણ ભોજન ન કર્યું. કોશલા યશોદાનાં ચરણોમાં આવીને બેસી ગઈ. મહેલ ગ્લાનિથી, વેદનાથી.. સંતાપથી ભરાઈ ગયો.
For Private And Personal Use Only