________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦
સ્વર્ગવાસ
મહારાજા, આપ જાણો છો ને જુઓ છો કે કુમારનો દેહ અતિ જર્જરિત થઈ ગયો છે. આજે કુમારે મને કહ્યું છે કે હવે તે આજ કે કાલથી “અનશન” કરશે.' “અનશન?' મહારાજા ઊભા થઈ ગયા. રાણી બેચેન થઈ ગઈ.
‘હા મહારાજા, મૃત્યુને મહોત્સવરૂપ બનાવવા મહાત્મા પુરુષો અનશન કરતા હોય છે. અને અનશન કરવા પૂર્વે તેઓ સહુ જીવો સાથે ક્ષમાપના કરી આત્મભાવને વિશેષ નિર્મળ કરતા હોય છે. કુમાર સહુ જીવો સાથે ક્ષમાપના કરવા સાથે, આપ સહુની સાથે વિશેષ પ્રકારે ક્ષમાપના કરવા ઇચ્છે છે. માટે આપ સહુ કુમારના ખંડમાં પધારો.'
મહારાજાએ રાણી સામે જોયું. રાણી યશોદા ચોધાર આંસુએ રડી રહ્યાં હતાં. મહારાજાએ કહ્યું :
દેવી, શાન્ત થાઓ, સ્વસ્થ થાઓ. આપણે કુમારના જીવનને તો મહોત્સવરૂપ ન બનવા દીધું, હવે મૃત્યુને મહોત્સવરૂપ બનાવવામાં તો નિમિત્ત બનીએ. હું છેલ્લા છ મહિનાથી કુમારના શરીરને જોઈ રહ્યો છું. તે અતિ ક્ષીણ થતું ચાલ્યું છે.
દેવી, હવે આપણે કુમારની ઇચ્છાને આધીન બનીએ. ચાલો, કુમાર આપણને બોલાવે છે. કેશલાને પણ બોલાવી લો. અને ધર્મેશ, શેઠ-શેઠાણીને પણ બોલાવી લાવો. એ પણ અમારા પરિવારના અભિન્ન સ્વજનો છે.”
૦ ૦ ૦ કુમારના ખંડમાં રાજપરિવાર અને શ્રેષ્ઠી પરિવાર બેસી ગયો. ધર્મેશ શિવકુમારના પડખે બેસી ગયો. કુમારે ગંભીર... મૃદુ.. મંદ સ્વરે કહ્યું :
આપ સહુ મારા ઉપકારી છો. આપના મારા પર નાના મોટા અનેક ઉપકારો થયેલા છે. મારાથી જાણતાં-અજાણતાં આપના કોઈ અપરાધ થયા હોય, આપના દિલને દુભવ્યું હોય, હું એ અપરાધોની ક્ષમા યાચું છું. આપ મને ક્ષમા આપો. હું આપ સહુ પ્રત્યે ક્ષમાભાવ ધારણ કરું છું. આ જીવસૃષ્ટિમાં મારો કોઈ શત્રુ નથી. સર્વ જીવો મારા મિત્રો છે. હું પુનઃ પુનઃ આપ સહુને ખમાવું છું.' કુમાર બોલતાં બોલતાં થાકી ગયા. મહારાજાએ કહ્યું :
હે વત્સ, હું અને તારી માતા, અમે તારો અક્ષમ્ય અપરાધ કર્યો છે. તારા શ્રેયમાર્ગમાં વિષ્ણભૂત બન્યાં છીએ. મોહવશ... અજ્ઞાનવશ... અમે તારા મનને
For Private And Personal Use Only