________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક રાત અનેક વાત એક દિવસે કુમારે ધર્મેશને કહ્યું :
મિત્ર, હવે આ દેહનું દેવળ જીર્ણ થઈ ગયું છે. થોડાક દિવસોમાં એ પડી જશે, એમ મને લાગે છે.”
મહાત્મા, તમે પ્રતિપળ જાગ્રત છો આત્મભાવમાં!'
છતાં કદાચ આ ક્ષાયોપથમિક ભાવની જાગૃતિ દગો દઈ જાય... તો તું મને અંતિમ આરાધના કરાવજે. આત્મસમાધિમાં લીન બન્યો રહું. બસ, વિશેષ કોઈ ઇચ્છા નથી.' ધર્મેશની આંખો આંસુભીની બની. કુમારે કહ્યું :
ધર્મેશ, હવે હું અનશન કરી લેવા ચાહું છું. તીર્થંકર ભગવંતો કહે છે કે જ્યારે મૃત્યુ નિકટ ભાસે ત્યારે અનશન કરી લેવું જોઈએ. મને મારું મૃત્યુ નિકટ ભાસે છે.'
પાસેના ખંડમાં બેસીને બે મિત્રોનો વાર્તાલાપ સાંભળી રહેલી કોશલા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. “હું મૃત્યુનો મહોત્સવ ઊજવીશ ધર્મેશ!'
તમે જીવનને જીવી જાણું છે... એટલે મૃત્યુ મહોત્સવરૂપ બની જ જવાનું છે. પરંતુ અત્યારે શા માટે મૃત્યુનો વિચાર કરવો?
મૃત્યુનો નહીં, સમાધિ-મૃત્યુનો વિચાર કરવો જ જોઈએ, મૃત્યુ પણ તત્ત્વચિંતનનો વિષય છે ને? અલબત્ત, હું મોતથી નિર્ભય છું. હું મોતનું સ્વાગત સમતા અને સમાધિ દ્વારા કરીશ!' ધર્મેશ જાણે આજે મૌન થઈ ગયો હતો. કુમારે કહ્યું :
અનશન કરવા પૂર્વે હું સહુની સાથે ક્ષમાપના કરવા ઇચ્છું છું. તું બધાં સ્વજનોને અહીં બોલાવ.. હવે વિલંબ નથી કરવો.”
ધર્મેશ કુમાર સામે જોયું. ઊંડી ઊતરી ગયેલી આંખોમાં સમતાની ભીનાશ વરતાતી હતી. સુકાઈ ગયેલા મુખ ઉપર તપશ્ચર્યાનું તેજ પથરાયેલું હતું. તે થોડી ક્ષણ જોતો જ રહ્યો. કાંઈક વિચાર્યું. ઊભો થયો અને મહારાજ પદ્મરથના ખંડ તરફ ચાલ્યો.
તેણે ખંડમાં અકાળે વૃદ્ધ બની ગયેલાં રાજા-રાણીને બેઠેલાં જોયાં. ઉદાસી, વ્યથા... વેદના અને અજંપાએ તેમને ઘેરી લીધાં હતાં. ધર્મેશે ખંડમાં પ્રવેશ કરી, રાજા-રાણીને પ્રણામ કરી કહ્યું :
For Private And Personal Use Only