________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| ૨. ભવદેa ]
આચાર્યદેવશ્રી મહીધરસૂરિ વિહાર કરતા કરતા વત્સદેશમાં પધાર્યા. વત્સદેશની રાજધાની હતી કૌશામ્બી. આચાર્યદેવે કૌશામ્બીને પાવન કરી. કૌશામ્બીની પ્રજાએ આચાર્યદેવનું ભવ્ય સ્વાગત કર્યું. આચાર્યદેવે કૌશામ્બીમાં માસકલ્પની સ્થિરતા કરી.
પ્રજા આચાર્યદેવનો ધર્મોપદેશ સાંભળે છે. સાધુઓ જ્ઞાન-ધ્યાનમાં લીન રહે છે. શ્રમણવૃદમાં એક શ્રમણ વત્સ દેશના છે. કૌશામ્બીની પાસે જ એમની જન્મભૂમિ છે.
જન્મભૂમિના એક સજ્જને આવીને મુનિવર શ્રી પ્રભાસને કહ્યું : “મહાત્મનું, તમે તો સંસારનો ત્યાગ કરી, માનવજીવનને સફળ બનાવનાર ચારિત્રધર્મનું પાલન કરો છો. તમારો નાનો ભાઈ વિલાસ છે ને? તેનાં લગ્નની તૈયારીઓ ચાલી રહી છે.'
પ્રભાસ મુનિરાજે સમાચાર સાંભળી લીધા. પેલા સજ્જન ચાલ્યા ગયા. મુનિરાજની સ્મૃતિમાં નાનો ભાઈ ઉપસ્થિત થયો... અને વિચારો શરૂ થઈ ગયા.
વિલાસ લગ્ન કરશે? સંસારના બંધનમાં જકડાશે? સંસાર તો દુઃખપૂર્ણ છે.. વૈષયિક સુખોની લાલસામાં ખેંચાઈને... એ મનુષ્યજીવનને વ્યર્થ ગુમાવી દેશે... એનો આત્મા ભવસાગરમાં ડૂબી જશે...?'
મુનિરાજનું હૃદય ભાઈ પ્રત્યેની ભાવદયાથી ઊભરાવા માંડ્યું... “હું અહીં નજીકમાં આવી ગયો છું. હું એની પાસે જાઉં? એને સમજાવું? આમેય એના હૃદયમાં મારા પ્રત્યે પૂજ્યભાવ તો હતો જ. હું એને સંસારની અસારતા સમજાવું... વૈરાગી બનાવું. તેને દીક્ષા આપી સાધુ બનાવું..”
લઘુ ભ્રાતાને ચારિત્રી બનાવવાની તીવ્ર ઇચ્છા થઈ આવી. તેઓ તરત જ આચાર્યદેવ પાસે ગયા. આચાર્યદેવને વંદના કરીને વિનયથી કહ્યું :
ગુરુદેવ, મારી જન્મભૂમિ નજીકમાં જ છે. મને સમાચાર મળ્યા છે કે મારા લઘુ ભ્રાતાનાં લગ્ન થવાનાં છે... જો આપ મને આજ્ઞા આપો તો ત્યાં જઈને ભાઈને પ્રતિબોધ પમાડું. સંસાર પ્રત્યે વિરક્ત બનાવું. તેને દીક્ષા આપી મોક્ષમાર્ગનો આરાધક બનાવું.”
For Private And Personal Use Only