________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક રાત અનેક વાત આચાર્યદેવે કહ્યું : “વત્સ, તારી ભાવના ઉત્તમ છે. નાના ભાઈને પ્રતિબોધ પમાડવા તમે જન્મભૂમિમાં જઈ શકો છો.'
પ્રભાસ મુનિ આનંદિત થયા. તેઓ પોતાની જન્મભૂમિ તરફ જવા તૈયાર થયા. ત્યાં ઉપસ્થિત એક મુનિએ આચાર્યદેવને પૂછ્યું :
ગુરુદેવ, પ્રભાસ મુનિરાજ શું એકલા જ વિહાર કરશે?”
હા મહાનુભાવ, પ્રભાસ મુનિરાજ “ગીતાર્થ છે. ગીતાર્થ મુનિ એકલા પણ વિહાર કરી શકે.”
ગુરુદેવ, જે મુનિ ગીતાર્થ નથી, શ્રતધર નથી... પરંતુ તપસ્વી હોય, ચારિત્રવંત હોય, તે શું એકલા વિહાર ન કરી શકે?”
ના, જિનેશ્વર ભગવંતોએ બે જ પ્રકારના વિહાર બતાવેલા છે. એક વિહાર ગીતાર્થનો અને બીજો વિહાર ગીતાર્થની નિશ્રાનો. જે ગીતાર્થ નથી, તેમણે ગીતાર્થની નિશ્રામાં વિહાર કરવો જોઈએ.”
પ્રભો, ગીતાર્થતાનું આટલું બધું મહત્ત્વ શા માટે તીર્થકરોએ બતાવ્યું હશે?” “વત્સ, ગીતાર્થ ઉત્સર્ગ-અપવાદના જ્ઞાતા હોય છે. ક્યા ઉત્સર્ગ-માર્ગનું આલંબન લેવું અને કયા અપવાદ-માર્ગનું આલંબન લેવું - તે ગીતાર્થ જાણતા હોય છે. વિહારમાં ક્યાંક અપવાદ-માર્ગનું આલંબન લેવું પડે! જો ગીતાર્થ ન હોય તો? જે સ્થળે અને જે સમયે જે ઉચિત લાગે તે ગીતાર્થ કરે. ગીતાર્થની પ્રવૃત્તિમાં કોઈ શંકા કે સંદેહ કરવાનો નથી. જિનશાસન એટલે ગીતાર્થનું શાસન!'
મુનિનાં મનનું સમાધાન થયું. ગીતાર્થતાનું ગૌરવ તેના મનમાં અંકિત થઈ
ગયું.
૦ ૦ ૦ પ્રભાસ મુનિ પોતાની જન્મભૂમિમાં પહોંચ્યા. પોતાના સંસારી ઘરે ગયા. “ધર્મલાભના આશીર્વચન સાથે તેમણે ઘરમાં પ્રવેશ કર્યો. માતા-પિતાએ પુત્રમુનિરાજનાં દર્શન કરી આનંદ વ્યક્ત કર્યો.
ઘરમાં વિલાસનાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. સ્નેહી-સ્વજનોનો મેળો જામેલો હતો. અચાનક પ્રભાસ મુનિરાજને આવેલા જોઈ સહુનાં મન આનંદિત થયાં. મુનિરાજની આંખો વિલાસને શોધતી રહી. વિલાસ પોતાના મિત્રો સાથે વાર્તા-વિનોદ કરી રહ્યો હતો.
For Private And Personal Use Only