________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવદેવ
તેણે પ્રભાસ મુનિરાજને જોયા, પરંતુ ન તે ઊભો થયો કે ન તેણે વંદના કરી. છતાં મુનિરાજ તેની પાસે ગયા. વિલાસે જરાય આદર ન આપ્યો. મુનિરાજનું મન ખિન્ન થઈ ગયું. તેમણે વિલાસના મુખ પર પ્રસન્નતા ન જોઈ... એમણે વિચાર્યું : વિલાસને મારું આગમન પણ ગમ્યું નથી. તો પછી એને ઉપદેશ આપવો વ્યર્થ છે. નથી તે વિનય કરતો કે નથી સદૂભાવ પ્રદર્શિત કરતો... ખરેખર, એણે મૂળભૂત યોગ્યતા ખોઈ નાંખી છે. હું એને ઉપદેશ આપીશ... તો પણ તેને નહીં ગમે.. કદાચ મારા પ્રત્યે દ્વેષ થઈ જાય.. ખેર, જેવી એની ભવિતવ્યતા! મારે એને કાંઈ જ કહેવું નથી.” તેઓ તરત જ પાછા વળી ગયા. કૌશામ્બી તરફ પ્રસ્થાન કરી દીધું.
પ્રભાસ મુનિ ગીતાર્થ હતા, કૃતધર હતા. તેમના મનમાં નાના ભાઈ પ્રત્યે કોઈ દુર્ભાવ પેદા ન થયો. તેના પ્રત્યે ભાવકરુણા જ વહેતી રહી. “જ્યારે એની કાળસ્થિતિ પરિપક્વ થશે ત્યારે જ્ઞાનદૃષ્ટિ ખૂલશે.” આત્મસ્થિતિ, ભવસ્થિતિ વગેરેનું ચિંતન-મનન કરતા તેઓ કૌશામ્બી આવી ગયા.
આચાર્યદેવનાં ચરણે આવી વંદના કરી, માતૃભૂમિમાં જે બન્યું તેનું યથાર્થ નિવેદન કર્યું.
આચાર્યદેવની પાસે જ ભવદત્ત મુનિ અને બીજા મુનિવરો ઉપસ્થિત હતા. પ્રભાસમુનિની વાત સાંભળીને ભવદત્ત મુનિ બોલ્યા : “મહાત્મનું, આ તો મોટી દુર્ભાગ્યની વાત કહેવાય. અગ્રજ મુનિ ભ્રાતાને અનુજ બંધુ નમન-વંદન પણ ન કરે ?'
સાચી વાત છે તમારી; પરંતુ સાધુનો સંયોગ પ્રિય લાગવાનો અનુજનો પણ પુણ્યોદય જોઈએ ને? તો મારા કર્તવ્યનું પાલન કર્યું.'
‘ભલે તમે મન મનાવો, પરંતુ કાર્યસિદ્ધિ માટે પ્રબળ પ્રણિધાન જોઈએ. પ્રબળ પ્રણિધાનથી વિઘ્નોનો નાશ થાય છે અને કાર્યની સિદ્ધિ થાય છે.”
ભવદત્ત મુનિવર, કાર્યની સિદ્ધિમાં માત્ર પુરુષાર્થ જ કારણ નથી ને? કાળ, કર્મ, ભવિતવ્યતા આદિ કારણો પણ અપેક્ષિત હોય છે ને?”
ત્યાં બીજા એક મુનિરાજ, કે જેમને પ્રભાસ મુનિ તરફ સહાનુભૂતિ હતી, તેઓ બોલ્યા :
ભવદત્ત મુનિ પ્રબળ પ્રણિધાન કરીને, તેમના લઘુ બંને પ્રતિબોધ પમાડવા જરૂર જશે અને પ્રતિબોધ પમાડીને તેને દીક્ષા આપશે.!!
For Private And Personal Use Only