________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક રાત અનેક વાત શ્રમણજીવનનું પહેલું અને શ્રેષ્ઠ કર્તવ્ય છે. આ કર્તવ્યનું પાલન ઉલ્લસિત મનથી કરતો રહેજે. થાક્યા વિના કરતો રહેજે. વિનમ્ર અને વિનીત બનીને કરતો રહેજે.'
આચાર્યદેવે ભવદત્ત મુનિને શ્રમજીવનની દિનચર્યા બતાવતાં કહ્યું : “વત્સ, દિવસ અને રાત્રિના ૨૪ કલાકમાં ૧૫ કલાક સ્વાધ્યાય કરવાનો છે, ૬ કલાક નિદ્રા લેવાની છે અને બાકીના ત્રણ કલાકમાં આહાર-નિહાર અને વિહાર કરવાનો છે.”
ગુરુદેવે ભવદત્ત મુનિને ભિક્ષાવૃત્તિના નિયમો બતાવતાં કહ્યું : “વત્સ, ૪૨ દોષ ટાળીને ગૃહસ્થોના ઘરોમાંથી ભિક્ષા લેવાની છે અને પાંચ દોષ ટાળીને આહાર કરવાનો છે. માત્ર ચારિત્રધર્મની આરાધનાની દૃષ્ટિએ શરીર ધારણ કરવાનું છે.'
ભવદત્ત મુનિ સુંદર સંયમ ધર્મનું પાલન કરે છે. ગુરુદેવનાં ચરણોમાં બેસીને વિનયપૂર્વક ધર્મગ્રંથોનું અધ્યયન કરે છે. સૂત્ર અને અર્થગ્રહણ કરી, એના પર અનુપ્રેક્ષા કરે છે.
થોડાં વર્ષોમાં તેઓ વિશિષ્ટ કોટિના વિદ્વાન બન્યા. ગુરુદેવની આજ્ઞાથી બીજા સાધુઓને તેઓ અધ્યયન કરાવે છે.
ખૂબ આનંદ-ઉલ્લાસપૂર્વક તેમની સંયમયાત્રા ચાલી રહી છે.
For Private And Personal Use Only