________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવદત્ત દિવસ તેમણે ભવદત્તને ચારિત્રમાર્ગે જવાની અનુમતિ આપવાનો નિર્ણય કરી લીધો. તેમણે ભવદત્તને બોલાવીને કહ્યું :
“વત્સ, અમે કેટલાય દિવસોથી જોઈએ છીએ કે તારું મન ગૃહવાસમાં ઠરતું નથી. તારું વિરક્ત મન ચારિત્રધર્મ અંગીકાર કરવા ઉત્સુક બન્યું છે. વિરક્ત આત્મા ગૃહવાસમાં દુઃખ અનુભવે છે. અમે તને દુઃખી કરવા નથી ઇચ્છતાં. અલબત્ત, તને ચારિત્રમાર્ગે જવાની અનુમતિ આપતાં અમારા બંનેનું હૃદય દુઃખ અનુભવે છે. છતાં અમે સમજીએ છીએ કે અમારો રાગ અમને દુઃખી કરે છે... તું પ્રસન્ન ચિત્તે ચારિત્રધર્મ અંગીકાર કરી, તારા આત્માને કર્મનાં બંધનોથી મુક્ત કરવા ઉજમાળ બન...” રાષ્ટ્રકૂટ રડી પડ્યા. રેવતી રડી પડી. નાનો ભાઈ ભવદેવ પણ રડી પડ્યો.
ભવદત્તે માતા-પિતાનાં ચરણોમાં પોતાનું મસ્તક મૂકી દીધું. તેનું હૃદય ગદ્ગદ્ થઈ ગયું હતું. તેણે કહ્યું :
તમે મને જન્મ આપીને, લાલન-પાલન કરીને, શિક્ષણ અને સંસ્કારો આપીને તો મહાન ઉપકાર કર્યો જ છે... પરંતુ આજે મને ચારિત્ર-ધર્મ અંગીકાર કરવાની અનુમતિ આપીને તો મહાન ઉપકાર કર્યો છે. જીવનપર્યત હું તમારો ઉપકાર નહીં ભૂલું.. હું ઇચ્છું છું કે મારે આ સંસારમાં ફરીથી જન્મ લેવો પડે તો તારા જેવી માતાની કૂખે જન્મ મળે!”
રેવતીએ પુત્રના માથે પુનઃ પુનઃ આલિંગન આપ્યું. તે બોલી : “વત્સ, વીર બનીને... પરાક્રમી બનીને તું મોક્ષમાર્ગે જાય છે. વીર બનીને ચાલજે. રાગલેષ પર વિજય પ્રાપ્ત કરજે...”
ભવદ, આચાર્યદેવ મહીધરના ચરણોમાં જીવન સમર્પિત કરી દીધું. આચાર્યદેવે વિધિવત્ ભવદત્તને શ્રમણ બનાવ્યો અને સુગ્રામ નગરથી વિહાર કરી દીધો.
આચાર્યદેવે ભવદત્ત મુનિને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું જ્ઞાન આપીને કહ્યું : “વત્સ, આ સમિતિ-ગુપ્તિ શ્રમણજીવનની માતા છે. આ માતાનું તું બરાબર પાલન કરજે.'
ગુરુદેવે ભવદર મુનિને મહાવ્રતોનું સ્વરૂપ સમજાવીને કહ્યું : “વત્સ, આ મહાવ્રતનું પાલન, એ જ શ્રમણ જીવન છે. મહાવ્રતોના પાલનમાં જાગ્રત બનીને જીવવાનું છે. પ્રતિદિન મહાવ્રતોની ભાવનાઓમાં રમતા રહેવાનું છે.'
આચાર્યદેવે ભવદત્ત મુનિને સાધુજીવનનાં કર્તવ્યો સમજાવતાં કહ્યું : “વત્સ, ગુરુજનોની સેવા, વૃદ્ધ સાધુ-પુરૂષોની સેવા, બીમાર મુનિઓની સેવા-વૈયાવચ્ચે
For Private And Personal Use Only