________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક રાત અનેક વાત
‘પરંતુ ગુરુદેવ, મારો આ વૈરાગ્ય ક્ષણિક તો નહીં હોય ને?' ‘ક્ષણિકને સ્થાયી બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. સંસાર-સ્વરૂપનું પુનઃ પુનઃ ચિંતન-મનન કરવાથી વૈરાગ્યભાવ દૃઢ થાય છે. તું બુદ્ધિમાન યુવક છે. તીર્થંકરોનાં વચનો સાંભળીને, એ વચર્ના પર ચિંતન કરતો રહીશ તો જરૂ૨ તારો વૈરાગ્યભાવ સ્થાયી બનશે,'
‘ગુરુદેવ, મારા મનનું સમાધાન કરવાની આપે મારા પર મહાન કૃપા કરી.'
એ પછી તો અવારનવાર ભવદત્ત આચાર્યદેવની પાસે આવે છે, પ્રશ્ન પૂછે છે, સમાધાન મેળવે છે... અને વિરક્તિના ભાવને પુષ્ટ કરતો જાય છે.
ક્યારેક આત્માના શુદ્ધ સ્વરૂપને સમજે છે, તો ક્યારેક કર્મબદ્ધ આત્માના વૈભાવિક સ્વરૂપને જાણે છે. ક્યારેક સમ્યગ્દર્શનનું સ્વરૂપ સમજે છે તો ક્યારેક સમ્યક્ ચરિત્રના સ્વરૂપને જાણે છે.
તેનો વૈરાગ્ય જ્ઞાનમૂલક બન્યો.
તેણે આંતર નિરીક્ષણ કર્યું : ‘હું સાધુધર્મનું પાલન કરી શકીશ કે નહીં? જીવનપર્યંત મહાવ્રતોનું પાલન કરવાનું મારું સત્ત્વ છે કે નહીં?
તેણે મનોમન સાધુધર્મ અંગીકાર કરવાનો નિર્ણય કર્યો અને એક દિવસ માતા રેવતી અને પિતા રાષ્ટ્રકૂટની આગળ પોતાનો નિર્ણય જાહેર કર્યો.
રેવતી અને રાષ્ટ્રકૂટ સરળ પ્રકૃતિનાં દંપતી હતાં. શીલ અને સંસ્કારોથી સુશોભિત હતાં. તેમને બંને પુત્રો પર સમાન રાગ હતો. ભવદત્તની વાત સાંભળી, બંને રડી પડ્યાં. તેમણે કોઈ જવાબ ન આપ્યો. ભવદત્તે પણ સહજભાવે કહી દીધું :
‘આપ બંને મારા ઉપકારી છો... બંનેનું મારા પર અપાર વાત્સલ્ય છે... આપની અનુજ્ઞા મળશે... ત્યારે જ હું ગૃહવાસનો ત્યાગ કરીશ. મને વિશ્વાસ છે કે આજે નહીં તો કાલે પણ આપ મને અનુમતિ જરૂર આપશો જ.'
ભવદત્તના સમગ્ર જીવનવ્યવહાર પર વૈરાગ્યની છાયા આવી ગઈ હતી, છતાં એ ઉચિત કર્તવ્યોનું પાલન કર્યે જતો હતો. રેવતી અને રાષ્ટ્રકૂટ ભવદત્તના વિરક્ત હૃદયને સમજી ગયાં હતાં. ‘હવે આ પુત્ર ઘરમાં રહીને સુખી નહીં રહી શકે. એનું મન વૈયિક સુખોમાંથી ઊઠી ગયું છે.'
ઘણીવાર રેવતી અને રાષ્ટ્રકૂટ આ વિષયમાં વાર્તાલાપ કરતાં હતાં. એક
For Private And Personal Use Only