________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| ૧. ભવદd |
એ કાળે આચાર્યશ્રી મહીધર માગધ ભૂમિને પાવન કરી રહ્યા હતા. માગધ પ્રજા તેઓને તારણહાર માનતી હતી. લાખો જબાનો પર તેમના જ્ઞાનની અને ચારિત્રની પ્રશંસા રમતી હતી.
સુગ્રામ નગરના બાહ્ય ઉદ્યાનમાં તેઓ મુનિર્વાદ સાથે બિરાજ્યા હતા. પ્રતિદિન હજારો નગરજનો તેમનો ધર્મોપદેશ સાંભળી હર્ષ વિભોર બનતા હતા.
મધુ અને શર્કરાથી પણ વધારે મધુર વાણી આચાર્યદેવની હતી. તેમની આંખોમાંથી કૃપાની નિરંતર વર્ષા થતી હતી. તેમની વાણીમાંથી સમતાનું મીઠું અમૃત ઝરતું હતું. શ્રોતાઓ મંત્રમુગ્ધ બનીને વચનામૃતનું પાન કરતા હતા.
એક યુવક નિયમિત આચાર્યદેવનો ધર્મોપદેશ સાંભળવા આવતો હતો. તેનું નામ હતું ભવદત્ત. સુગ્રામના ધનપતિ રાષ્ટ્રકૂટનો એ મોટો પુત્ર હતો. જેવો એ રૂપવાન હતો, તેવો જ ગુણવાન હતો. જેવો એ બુદ્ધિમાન હતો તેવો જ સત્ત્વશીલ હતો.
ખૂબ તન્મય બનીને તે ઉપદેશ શ્રવણ કરતો હતો. શ્રવણ કર્યા પછી ઊંડા ચિંતનમાં ડૂબી જતો હતો. જે દિવસે એણે ઉપદેશમાં સંસારનાં સુખોની આસક્તિનાં ભયંકર પરિણામો સાંભળ્યાં, નરક અને તિર્યંચગતિનાં દુઃખોનું વર્ણન સાંભળ્યું, ક્રોધ-માન-માયા અને લોભના કરુણ અંજામ સાંભળ્યા, તેનું કાળજું કંપી ઊડ્યું. એ ઘેર ગયો પણ ભોજન ન ભાવ્યું. એ પલંગમાં સૂતો પણ નિદ્રા ન આવી.
બીજા દિવસે સવારે સ્નાનાદિથી જલદી પરવારીને તે આચાર્યદેવ પાસે પહોંચ્યો. વિનયપૂર્વક વંદના કરીને ઔચિત્ય જાળવીને તે બેઠો. આચાર્યદેવે તેને ધર્મલાભનો આશીર્વાદ આપ્યો. ભવદત્તે બે હાથ જોડી, મસ્તક નમાવીને કહ્યું:
ગુરુદેવ, ગઈ કાલનો આપનો ધર્મોપદેશ સાંભળીને મારું મન ઉદ્વિગ્ન થઈ ગયું છે. ઘરનું કોઈ કામ ગમતું નથી, સંસારનું કોઈ સુખ ગમતું નથી.”
મહાનુભાવ, તારા હૃદયમાં વૈરાગ્યનો ભાવ જાગ્રત થયો છે. સંસારના સુખોનું સ્વરૂપ જાણ્યા પછી અને સુખભોગનાં કટુ પરિણામ જાણ્યા પછી હળુકર્મી આત્મામાં વૈરાગ્યનો ભાવ જાગે છે.” આચાર્યદેવે ભવદત્તના ઉદ્દેગને વૈિરાગ્યરૂપે ઓળખાવ્યો.
For Private And Personal Use Only