________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર.
એક રાત અનેક વાત લઈશ. ક્ષણિક ઉપર રાગ શા માટે કરવાનો? રાગ કરીશ હવે શાશ્વત ઉપર, અવિનાશી ઉપર...
શાશ્વનું છે આત્મા, અવિનાશી છે આત્મા. હું મારા વિશુદ્ધ આત્માનો અનુરાગી બનીશ. આત્માનો વિયોગ ક્યારેય થતો નથી! આત્મા પર લાગેલાં કર્મોનાં બંધનો તોડવાનો પુરુષાર્થ કરીશ...
એ પુરુષાર્થ છે સમ્યગ્દર્શન- જ્ઞાન અને ચારિત્રનો!” મેં તીર્થકર ભગવંતની ધર્મદેશનામાં આ જ વાત સાંભળી હતી. હું માતા-પિતાની અનુમતિ લઈને, સંસારવાસનો ત્યાગ કરીશ... હવે હું ગૃહવાસમાં નહીં રહી શકું.”
ઝરૂખામાંથી ઊઠીને તે મહેલની અંદર આવ્યો. શયનખંડમાં જઈને તેણે રાત પસાર કરી. તે રાતભર આંખો બંધ રાખીને જાગતો રહ્યો.
પ્રભાત થયું. નિત્યક્રમથી પરવારીને તે માતા-પિતા પાસે ગયો. માતા-પિતાના ચરણોમાં વંદન કરીને તેણે કહ્યું :
“હે તાત, હે માતા, તમે મને સંસારનાં અપાર સુખ આપ્યાં ને મેં ભોગવ્યાં.. પરંતુ ગઈ કાલની સંધ્યાએ મારી ભ્રમણાને ભેદી નાંખી છે. આ બધાં જ સુખો મને ક્ષણિક સમજાયાં છે... વૈષયિક સુખો ઉપરનો મારો રાગ નષ્ટ થયો છે.. હું વિરક્ત બન્યો છું. આપ મને અનુમતિ આપો... તો હું શ્રમણ બની મારા આત્માને શુદ્ધ, બુદ્ધ અને મુક્ત કરવા પુરુષાર્થ કરું...”
રાજા-રાણી અવાકુ બની ગયાં. તેમના પ્રાણ ગૂંગળાવા લાગ્યા. તેમની આંખો આંસુભીની થઈ ગઈ. માતાએ પુત્રને પોતાના બાહુપાશમાં જકડી લીધો.
ના બેટા, અમે તને શ્રમણ બનવાની અનુમતિ કેવી રીતે આપીએ? તું અમારા જીવનનો આધાર છે. તારા ઉપર અમારો કેવો પ્રબળ મોહ છે? એક ક્ષણ પણ તને અમારી આંખોથી દૂર.' રાણી ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
મોહનાં બંધન કારમાં હોય છે! રાગનાં દોરડાં લોઢાનાં હોય છે! વાત કુમારની પત્નીઓ પાસે પણ પહોંચી ગઈ.
રુદન.. કલ્પાંત.. વ્યથા અને વેદનાથી સહુ સ્ત્રીઓ બેહોશ જેવી થઈ ગઈ... પરંતુ ધીમે ધીમે સ્વસ્થ બનીને તેમણે કુમારને કહ્યું :
For Private And Personal Use Only