________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવદેવ
૧૩
ચાલ્યા જાઓ. ભવદત્ત મુનિ અને બીજા ચાર-પાંચ મુનિ મારી પાસે અહીં રોકાશે. અમે આવતી કાલે વિહાર કરીને તમને ભેગા થઈ જઈશું.’
ભવદેવ મુનિને લઈને સાધુઓએ ત્યાંથી વિહાર કરી દીધો.
દિવસના ત્રણ પ્રહર વીતી જવા છતાં, ભવદેવ ઘરે પાછો ન આવ્યો એટલે શ્રેષ્ઠી રાષ્ટ્રકૂટના મનમાં ચિંતા થઈ. તેમણે રેવતીને કહ્યું : ‘ભવદેવ હજુ પાછો આવ્યો નથી, તો અમે લોકો ગુરુદેવ જ્યાં બિરાજ્યા છે, તે પાસેના ગામમાં જઈને આવીએ છીએ.’
રાષ્ટ્રકૂટ શ્રેષ્ઠી થોડા મિત્રો સાથે ભવદેવની ભાળ મેળવવા ઉપાશ્રયે પહોંચ્યા. ભવદત્ત મુનિની ધારણા હતી જ કે પિતાજી જરૂર ભવદેવની ભાળ લેવા આવશે.
રાષ્ટ્રકૂટ વગેરેએ ગુરુદેવને વંદના કરી; પછી ભવદત્ત મુનિને વંદના કરી અને ભવદેવ અંગે પૃચ્છા કરી.
જ્યારે તેમણે જાણ્યું કે ‘ભવદેવે ચારિત્રધર્મ અંગીકાર કરી લીધો છે.' તેઓ કાંઈ જ બોલ્યા વિના ત્યાંથી ચાલી નીકળ્યા. ઘેર આવ્યા.
ઘેર આવતાં જ રેવતીએ પૂછ્યું : ‘ભવદેવ ક્યાં છે?' રાષ્ટ્રકૂટ મૌન રહ્યા. તેમના મુખ ઉપર ઉદાસી હતી. આંખો ભીની હતી. રેવતીના મનમાં ધ્રાસકો પડ્યો. તેણે ફરીથી પૂછ્યું : ‘મારો લાડલો ક્યાં છે?’
‘તે સાધુ બની ગયો દેવી...'
રેવતી બેહોશ બની જમીન પર પડી ગઈ. ઓરડામાં ઊભી ઊભી... સસરાની વાત સાંભળી નાગિલા ચીસ પાડીને જમીન પર ઢળી પડી.
For Private And Personal Use Only