________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક રાત અનેક વાત બેટા, તું જાણે છે. મારો અને એની માનો એના પર કેવો દૃઢ રાગ છે.. અમે કેવી રીતે એને અનુમતિ આપીએ? અનુમતિ નથી આપતા તો એ ઉપવાસનું પારણું નથી કરતો... અમે તો એવી મૂંઝવણમાં મુકાઈ ગયાં છીએ... કે કોઈ ઉપાય જ નથી સૂઝતો. એ જો ઉપવાસનું પારણું ન કરે તો..” મહારાજાના ગળે ડૂમો બાઝી ગયો.
ધર્મેશ ગંભીરતાથી મહારાજાની વાત સાંભળતો રહ્યો. એ આઠ દિવસથી મહેલમાં આવ્યો જ ન હતો. સમજી-વિચારીને નહોતો આવ્યો. રાજા-રાણીને એવો અભિપ્રાય ન બંધાઈ જાય કે ‘શિવકુમારને દીક્ષા લેવા ધર્મેશ ચઢાવે છે.' કારણ કે ધર્મેશ ધાર્મિક પ્રકૃતિનો યુવક હતો. તેના આદર્શ પણ સાધુજીવનનો જ હતો.
મહારાજાએ કહ્યું : “બેટા ધર્મેશ, એ મારી કે એની માતાની પારણું કરવાની વાત તો નહીં માને. અલબત્ત, અમારી અનુમતિ વિના ગૃહત્યાગ તો એ નહીં જ કરે. એની અમારા પ્રત્યે ભક્તિ છે. પરંતુ એનો વૈરાગ્ય ભાવ એને ત્યાગ અને તપશ્ચર્યા માટે પ્રેરિત કરે છે.
એ પણ હું માનું છું કે એને અમારા પ્રત્યે અણગમો નથી, કેષ નથી. વૈરાગી બની ગયો છે... શાન્ત-પ્રશાન્ત બની ગયો છે... મૌન ધારણ કર્યું છે. સ્નાન કરતો નથી. સુંદર વસ્ત્રો પહેરતો નથી. શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે. જમીન પર શયન કરે છે...
વત્સ, બીજું બધું તો ભલે કરે, અમને વાંધો નથી, પરંતુ એણે ઉપવાસનું પારણું તો કરવું જ જોઈએ. એ માટે એને તું સમજાવી શકે. તું એનો અંતરંગ મિત્ર છે. તારી વાત એ નહીં ટાળે..” મહારાજાએ ધર્મેશ સામે જોયું.
મહારાજા, હું એને સમજાવવા પ્રયત્ન કરું, પરંતુ એ મને કહે કે તું પિતાજીને સમજાવ કે તેઓ મને સાધુ બનવાની અનુમતિ આપે.. તો?”
એ તો સંભવ જ નથી. ધર્મેશ, એના વિના અમે જીવી શકીએ નહીં. મારો અને એની માતાનો કેવો ગાઢ મોહ છે એ શું તું નથી જાણતો?'
જાણું છું. એટલે તો આઠ-આઠ ઉપવાસ થઈ ગયા છતાં આપ અનુમતિ નથી આપતા.'
પરંતુ એના જીવનની એટલી જ અમને ચિંતા છે. એની મા પણ ક્યાં ભોજન કરે છે? કોશલાને પણ અતિ આગ્રહ કરીને બે દિવસ પહેલાં ભોજન કરાવ્યું.'
For Private And Personal Use Only