________________
Shri Mahavir Jain Aradhana Kendra
શિવકુમારના ઉપવાસ
www.kobatirth.org
સાચી વાત છે આપની... પણ...'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
‘ઉપવાસ છોડાવવા છે, એ જ તમે ચાહો છો ને?’
‘હા, એને પારણું કરાવો.’
‘વિચારું છું, ઉપાય જડી જશે જરૂર, તમે ચિંતા ન કરો.'
પદ્મરથ મહેલના ઝરૂખામાં જઈ ઊભા રહ્યા. અનંત આકાશ સામે મીટ માંડી. આકાશમાં ઊડતાં પક્ષીઓ જોયાં. દક્ષિણ તરફ દોડી જતાં વાદળો જોયાં. ધીમે-ધીમે એમનું મન શાન્ત થવા લાગ્યું.
‘હું શિવને નહીં સમજાવી શકું. મને તો એ એક જ વાત કહેશે. ‘સાધુ બનવાની અનુમતિ આપો.’ હું એને અનુમતિ આપી શકું એમ નથી. કદાચ હું મારૂં મન દૃઢ કરી શકું, મારા હૃદય ઉપર પથ્થર મૂકીને અનુમતિ આપી દઉં... પરંતુ એની મા? એ તો ઝૂરી ઝૂરીને મરી જ જાય.
જો આ રીતે શિવ ઉપવાસ કરતો રહે તો એનું શું થાય? એ વાત પણ એટલી જ ગંભીરતાથી વિચારવી જરૂરી છે, એને કોણ સમજાવી શકે?'
બે ઘડી સુધી એ વિચારતા રહ્યા ને અચાનક એક વ્યક્તિ સ્મૃતિમાં આવી ગઈ. તેમનું મન હળવું થઈ ગયું. હૃદય ઉપરનો સો મણનો ભાર દૂર થઈ ગયો.
‘પુત્રને, યુવાન પુત્રને જ્યારે માતા-પિતા નથી સમજાવી શકતા ત્યારે મિત્ર સમજાવી શકે છે. હું ધર્મેશને બોલાવીને, શિવને સમજાવવાનું કહું. એ જરૂર શિવને સમજાવી શકશે. ધર્મેશ બુદ્ધિશાળી છે. શિવનો અંતરંગ મિત્ર છે.’
મહારાજાએ પોતાના વિશ્વાસપાત્ર સેવકને ધર્મેશને બોલાવી લાવવા મોકલ્યો. હવેલી સામે જ હતી. સેવકે જઈને ધર્મેશને મહારાજાનો સંદેશ આપ્યો.
ધર્મેશ સેવકની સાથે જ મહેલમાં આવી ગયો. તે મહારાજાના ખંડમાં ગયો. ‘આવ ધર્મેશ...!’ મહારાજાએ ધર્મેશને બોલાવ્યો. પોતાની પાસે બેસાડ્યો. થોડી ક્ષણ મૌનમાં વીતી ગઈ.
‘બેટા, તું શિવની વાત તો જાણે છે ને? એણે આઠ દિવસથી ઉપવાસ ચાલુ રાખ્યા છે. એની સાથે એની મા અને કોશલાએ પણ.' મહારાજાનો સ્વર ગળગળો થઈ ગયો.
For Private And Personal Use Only
‘એણે જિદ્દ પકડી છે સાધુ થવાની... એ સંસાર પ્રત્યે વિરક્ત બની ગયો છે... સાધુ બનવાની એ મારી પાસે અનુમતિ માગે છે...’ મહારાજાની આંખોમાંથી આંસુ સરી પડ્યાં,