________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વર્ગવાસ,
દેવી, ઘણીવાર મેં મારા મનને તપાસ્યું છે...' કેમ આટલો બધો મોહ છે પુત્ર ઉપર? કુમારની આવી ઘોર તપશ્ચર્યા જોવા છતાં.. એને અણગાર બનવાની અનુમતિ આપવા મન કેમ માનતું નથી?
દેવી, એક દિવસ ધર્મેશ સાથે તત્ત્વચર્ચા કરતાં, તેણે મને કહેલું : કર્મના ઉદયો સાપેક્ષ હોય છે. એટલે કે એક જીવના શુભાશુભ કર્મોના ઉદયો, બીજા જીવોના કર્મોના ઉદયને સાપેક્ષ હોય છે. કુમારનો અંતરાય કર્મનો ઉદય આપણા મોહનીય કર્મને સાપેક્ષ હોઈ શકે! આપણો મોહ એની ચારિત્રની ભાવનામાં વિઘ્ન બન્યો છે ને?
એટલું જ નહીં, આ વાતને સમજવા છતાં મોહ ઘટતો નથી. આપણો મહ નાશ પામતો નથી-એ કર્મની કેવી પ્રગાઢતા?”
નાથ, એનો અર્થ એમ થાય ને કે કુમારનું અંતરાયકર્મ તૂટે તો આપણા મોહ નાશ પામે?'
એવું પણ બને, અને આપણો મોહ નાશ પામે તો એનું અંતરાયકર્મ તુટે, એમ પણ બને!”
“તો આપણને એને ચારિત્ર લેવાની અનુમતિ આપવાનું મન થઈ જાય, એમને?”
હા, પરંતુ દસ વર્ષ વીતી જવા છતાં આપણે એને અનુમતિ નથી આપી શક્યાં.... કેવાં ભારે કર્મ છે આપણાં? સાચું જાણવા છતાં... એ આચરી શકતાં નથી. મારા હૃદયમાં ક્યારેક ક્યારેક આ વાતની ભારે પીડા થાય છે...'
મોહ હોવા છતાં સાચું જ્ઞાન હોઈ શકે? “હા, મોહદશા અજ્ઞાનદશા કાંઇક મંદ થાય એટલે સાચું જ્ઞાન થાય, એને તીર્થંકરો “સમ્યગ્દર્શન' કહે છે. આત્મામાં સમ્યગ્દર્શન પ્રગટે એટલે મોક્ષમાર્ગ ગમે.. પરંતુ એ મોક્ષમાર્ગે ચાલવાની ઇચ્છા તો ત્યારે પ્રગટે કે જ્યારે મોહનીયકર્મ સર્વથા નાશ પામે..”
શિવનું મોહનીયકર્મ ઘણું નાશ પામ્યું છે ને? ઘરમાં રહીને એ કેવી ઉત્કૃષ્ટ ધર્મારાધના કરે છે? કેવી ઘોર તપશ્ચર્યા કરે છે?'
દેવી, એ તો ઘરમાં રહેલો સાધુ જ છે.” “સાચી વાત છે આપની. અને ધર્મેશ પણ કુમારની સાથે સાધુ જેવું જ જીવન જીવે છે ને? મિત્રની ખાતર એણે પોતાનાં બધાં જ ભૌતિક-સુખ ત્યજી દીધાં છે...!!
For Private And Personal Use Only