________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯
ભવદત્ત મુનિ
એક દિવસ આચાર્યદેવશ્રી મહિધરસૂરિજીએ ભવદત્ત મુનિને બોલાવીને કહ્યું: “મહાનુભાવ, ભવદેવ મુનિના આંતરિક ભાવોથી પરિચિત છો ને? એને સમાધિ રહે, એ સ્વસ્થ રહે તે માટે યોગ્ય કરો છો ને?'
હા ગુરુદેવ, એના પ્રત્યે હું જાગ્રત છું. સંયમભાવમાં એની સ્થિરતા રહે તે માટે સંયમયોગોમાં પ્રવર્તાવું છું.'
છતાં એ ઉદ્વિગ્ન રહે છે, ઉદાસ રહે છે.' પ્રભો, એ મારી ભૂલનું પરિણામ છે...' ‘એવું ન વિચારો મહામુનિ! તમે એને, એની ઇચ્છા વિના પણ, સન્માર્ગે લઈ આવ્યા છો.”
“એ સાચું હોવા છતાં ગુરુદેવ, મારા મનમાં હમેશાં એ વાત પીડે છે... કે મેં એની સાથે કપટ કર્યું... કપટ કરીને એને શ્રમણ બનાવ્યો...”
હવે એ વાત યાદ ન કરો. તમે કપટ કરીને એનું અહિત નથી કર્યું... એને તમે ઉત્તમ જીવન આપ્યું છે. ખેર, એના મનમાં મોક્ષમાર્ગ જ ચવો જોઈએ. પ્રયત્ન એ દિશામાં કરવો જરૂરી છે. જો કે મારો અને તમારો પ્રયત્ન ચાલુ જ છે, છતાં આપણે વિશેષ ધ્યાન આપવાનું છે.'
ગુરુદેવ, એ સત્ત્વશીલ છે. ગ્રહણ કરેલા મહાવ્રતોનું દોષરહિત પાલન કરે.
મને તો હળુકર્મી જીવ લાગે છે. એનામાં ઘણા બધા મૌલિક ગુણ મને દેખાય છે. આજે ભલે, તેનું મન મહમાં મૂંઝાતું હોય, પણ એ મોહનું આવરણ, પ્રગાઢ નથી. એકાદ નિમિત્ત મળતાં એ આવરણ ભેદાઈ જશે.”
ભવદત્ત મુનિની આંખો હર્ષાશ્રુથી ભરાઈ ગઈ. તેમણે આચાર્યદેવના ઉલ્લંગમાં પોતાનું મસ્તક મૂકી દીધું. આચાર્યદેવનો વરદ હસ્ત મસ્તકને પંપાળતો રહ્યો.
ગદ્ સ્વરે ભવદત્ત મુનિ બોલ્યા : “બસ ભગવંત, હું એ જ ઇચ્છું છું... એનું મોહનું આવરણ ભેદાઈ જાય. એ આત્મભાવમાં લીન બને... બાહ્ય દુનિયાને ભૂલી જાય.”
“શ્રદ્ધા રાખો, યોગ્ય કાળે એ બનશે જ. આત્માના ઉત્થાનમાં “કાળ' પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. “કાળલબ્ધિ” પણ એક અદશ્ય છતાં સક્રિય તત્ત્વ છે ને!'
આપનું કથન યથાર્થ છે ગુરુદેવ, આપના વાત્સલ્યભરપૂર સાંનિધ્યમાં એ આત્મા સંયમજીવનમાં સ્થિર રહેશે જ, એની ઉદાસીનતા દૂર થશે જ.'
For Private And Personal Use Only