________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮.
એક રાત અનેક વાત યૌવન હોવા છતાં તારામાં ઉન્માદ નથી. તારું વ્યક્તિત્વ શાંત-પ્રશાંત છે. આ દૃષ્ટિએ તો હું નિશ્ચિત છું. હું વ્યથિત છું તારી મનોવ્યથાના કારણે, કારણ કે એમાં હું નિમિત્ત બનેલો છું.
ખરેખર, વીતરાગ સર્વજ્ઞ પરમાત્માએ ભવસ્થિતિ વિચિત્ર બતાવી છે, તે યથાર્થ છે. કર્મપરવશ જીવ ન કરવાનું કરી બેસે છે. નહીંતર, હું તો શ્રમણ હતો ને? મારે શા માટે આવી વાતમાં પડવું પડે? દીર્ઘદૃષ્ટિથી વિચાર્યા વિના આવું કામ શા માટે કરવું પડે? પરંતુ આ કર્મપરવશ સ્થિતિ જ એવી છે.
હું હોઉં કે ભવદેવ હોય... કોઈ પણ કર્મપરવશ જીવ... જાણે-અજાણે ભૂલ કરી બેસે છે.
બસ, હવે તો કર્મબંધનોને તોડવાનો મહાન પુરુષાર્થ કરી લેવો જોઈએ. કર્મોની પરાધીનતા મિટાવવી જ જોઈએ. આત્માને શુદ્ધ, બુદ્ધ કરવાના એક જ લક્ષ્યથી જીવન જીવવું જોઈએ. શ્રમણજીવન એ માટે તો લીધું છે.'
ભવસ્થિતિનું ચિંતન કરતાં કરતાં ભવદત્ત મુનિ પ્રશાન્ત બન્યા. તેમની ગ્લાનિ દૂર થઈ, વિષાદ દૂર થયો. વૈરાગ્યભાવ તીવ્ર બન્યો. “શ્રમણજીવનનાં મારાં કર્તવ્યોનું પાલન કરતો રહીશ, પરંતુ હવે હું શુદ્ધ આત્મસ્વરૂપમાં રમણતા કરતો રહીશ. વિશુદ્ધ આત્મદૃષ્ટિથી જીવસૃષ્ટિનું અવલોકન કરતો રહીશ. આત્માનુભવ પામવાની દિશામાં પ્રયત્નશીલ બનીશ. ભવદેવને પણ એના વિશુદ્ધ આત્મસ્વરૂપમાં જોઈશ. એના શુદ્ધ આત્મદ્રવ્યને જોઈશ.
નિર્લેપ ભાવને પુષ્ટ કરતો રહીશ. અપ્રમત દશાને ઉજાગર કરતો રહીશ. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના પ્રતિબંધોને તોડી નાખીશ. તપ-ત્યાગ અને તિતિક્ષા દ્વારા શરીરના રાગને ભૂંસી નાખીશ.
હા, હું ભવદવ તરફ નિરપેક્ષ નહીં બનું. એની ઉપેક્ષા નહીં કરું. એની ચારિત્ર સ્થિરતા માટે એને વાત્સલ્ય આપીશ. એને માર્ગદર્શન આપતો રહીશ. એની જવાબદારી બરાબર અદા કરીશ. એના શુભની, એના કલ્યાણની કામના મારા હૈયે રહેશે. એના મનને બરાબર સાચવીશ. મારે આ રીતે નિશ્ચય' અને
વ્યવહાર” બન્ને ધર્મોનું યથોચિત પાલન કરવાનું છે. હું કરીશ'. ભવદત્ત મુનિની વિચારધારા વિશુદ્ધ-વિશુદ્ધતર બનતી ચાલી... તેમનો આત્મભાવ ઉલ્લસિત બન્યો. આખર, તેઓ વિશિષ્ટ જ્ઞાની-પુરુષ હતા ને? જ્ઞાની પુરુષોનો વિષાદ ક્ષણજીવી હોય છે. વિષાદમાંથી વૈરાગ્યમાં સરી પડતાં તેમને વાર નથી લાગતી. ઉગમાંથી આનંદમાં ઊતરી પડતાં તેમને વાર નથી લાગતી.
For Private And Personal Use Only