________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાગલા
એ કાળમાં સ્ત્રી વિધવા બન્યા પછી બીજી વાર લગ્ન કરી શકતી હતી. તત્કાલીન સમાજ-વ્યવસ્થામાં વિધવા-વિવાહ નિષિદ્ધ ન હતો. છતાં નાગિલાએ પુનર્લગ્ન કરવાનો વિચાર પણ ન કર્યો. એણે ભવદેવને મન-વચન-કાયાથી ચાહ્યો હતો. એણે પૂર્ણપ્રેમથી ભવદેવને સ્વીકાર્યો હતો.
નાગિલાના પિતા નાગદત્ત શ્રેષ્ઠીએ અને માતા વાસુકીએ નાગિલાને પુનર્લગ્ન કરવા માટે સમજાવવા પ્રયત્ન કર્યો હતો. નાગિલાએ તેમને પણ સ્પષ્ટ ના પાડી દીધી હતી. નાગિલાનું કૌમાર્યવ્રત અખંડ હતું. તે પોતાનું મન મનાવવા ધારત તો મનાવી શકત, પરંતુ તેણે આત્મસાક્ષીએ પુનર્લગ્ન નહીં કરવાનો નિર્ણય કરી લીધો હતો. સાસુ-સસરાની સેવા, ઘરનું કામકાજ અને પરમાત્માનાં દર્શન-પૂજન-સ્મરણમાં તે પોતાના દિવસ પસાર કરી દેતી હતી.
એના મનમાં એ વાત પણ સ્પષ્ટ થઈ ગઈ હતી કે “ભવદેવ હવે ઘરે નહીં આવે. ભવદેવ પાસેથી વૈષયિક સુખ નહીં મળે. ઘરમાં રહીને એને સાધ્વીનું જીવન જીવવાનું છે.' એણે કોઈ જ દીનતા વિના, આવી પડેલા પડકારને ઝીલી લીધો! આજીવન બ્રહ્મચર્યનું પાલન કરવાનો નિશ્ચય કરી લીધો.
રેવતી-રાષ્ટ્રકૂટની માંદગી ગંભીર બની. વૈદ્યોએ શક્ય તેટલા તમામ પ્રયત્નો કરી લીધા. પરંતુ એક દિવસ રેવતીએ અંતિમ શ્વાસોચ્છવાસ લેવા શરૂ કર્યા. નાગિલા સાવધાન હતી. એણે રેવતીને અંતિમ આરાધના કરાવવા માંડી. ચાર શરણ અંગીકાર કરાવીને શ્રી નવકારમંત્રનું ધ્યાન કરાવ્યું. સંસારનાં બધાં જ મમત્વનાં બંધનો તોડવાની પ્રેરણા આપી, પરમાત્મામાં આત્મભાવને સ્થિર કરવા પ્રયત્ન કર્યો.
રેવતીને સમાધિ લાગી ગઈ અને એણે પ્રાણનો ત્યાગ કર્યો. રેવતીનું મૃત્યુ થયું.... નાગિલા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. માતા-પિતા પણ આવી ગયાં હતાં. નાગિલાને બીજા ઓરડામાં લઈ જઈ તેને શાન્ત કરી.
રેવતીના મૃત્યુના સમાચાર સંગ્રામમાં ફેલાઈ ગયા. હજારો સ્ત્રી-પુરુષો ભેગાં થઈ ગયાં. રેવતીનાં અંતિમ સંસ્કાર કરી, સહુ રેવતીના ગુણોનો અનુવાદ કરતા પોત-પોતાના ઘરે ગયાં. - નાગિલાનાં માતા-પિતા રેવતીના ઘરે રોકાઈ ગયાં. કારણ કે રાષ્ટ્રકૂટ પણ ગંભીર બીમારીમાં હતા. રેવતીના મૃત્યુથી રાષ્ટ્રકૂટ અતિ વિહ્વળ બન્યા હતા. વારંવાર રડી પડતા હતા. નાગદત્ત શ્રેષ્ઠી રાષ્ટ્રકૂટની પાસે જ બેસતા હતા.
For Private And Personal Use Only