________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪
એક રાત અનેક વાત ધારિણી ગર્ભવતી બની હતી. તેના મનમાં અનેક શુભ મનોરથ જાગવા લાગ્યા અને ઋષભદત્ત એ મનોરથો પૂર્ણ કરવા માંડ્યા. ધારિણી ગર્ભનું સમુચિત પાલન કરતી રહી અને એક દિવસે તેણે કોઈ પણ જાતની પીડા વિના સુંદર પુત્રને જન્મ આપ્યો.
પેલો વિદ્યુમ્માલી દેવ જ પુત્રરૂપે અવતર્યો! વિદ્યુમ્નાલી દેવ, એ જ શિવકુમારનો જીવ!
ઋષભદત્તે પુત્રજન્મનો ભવ્ય મહોત્સવ માંડ્યો. ગરીબોને દાન આપવા માંડ્યું. સ્વજનોનો સત્કાર કર્યો. પરમાત્માનાં મંદિરોને શણગાર્યા. ભાવપૂર્વક પૂજા કરી. પુત્રનું નામ જંબૂકુમાર પાડવામાં આવ્યું.
૦ ૦ ૦ આ જ નગરમાં ઋષભદત્તની કક્ષાનો એક શ્રેષ્ઠી હતો સમુદ્રપ્રિય. તેની પત્નીનું નામ હતું પદ્માવતી. તેમને એક જ પુત્રી હતી. તેનું નામ હતું સમુદ્રશ્રી,
એવો જ બીજો ધનાઢ્ય શ્રેષ્ઠી હતો સમુદ્રદત્ત. તેની પત્ની હતી કનકમાલા. તેમની પુત્રીનું નામ હતું પદ્મશ્રી.
ત્રીજો શ્રેષ્ઠી હતો સાગરદત્ત, તેની પાસે પણ વિપુલ સંપત્તિ હતી. તેની પત્નીનું નામ હતું વિનયશ્રી. તેમની પુત્રી હતી પદ્મસેના.
ચોથા શ્રેષ્ઠીનું નામ હતું કુબેરદત્ત અને તેની પત્નીનું નામ હતું ધનશ્રી. તેમની પુત્રી હતી કનકસેના.
આ ચાર કન્યાઓ-સમુદ્રશ્રી, પદ્મશ્રી, પદ્મસેના અને કનકસેના સ્વર્ગમાં વિદ્યુમ્ભાલી દેવની દેવીઓ હતી. સ્વર્ગમાંથી ચ્યવને તે ચારેય રાજગૃહમાં જન્મી હતી.
પાંચમો શ્રેષ્ઠી હતો કનકસેન. તેની પત્નીનું નામ હતું કનકવતી. તેમની પુત્રી હતી નભસેના.
છઠ્ઠા શ્રેષ્ઠીનું નામ હતું શ્રમણદત્ત. તેની પત્ની હતી શ્રીષેણા. તેમની પુત્રીનું નામ હતું કનકશ્રી.
સાતમાં શ્રેષ્ઠીનું નામ હતું વસુસેન. તેની પત્ની હતી વીરમતિ. તેમની પુત્રીનું નામ હતું કનકવતી.
આઠમો શ્રેષ્ઠી હતો વસુપાલિત. તેની પત્ની હતી જયસેના. તેમની પુત્રીનું નામ હતું જયશ્રી.
For Private And Personal Use Only