________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બૂકુમાર કરવા ચાલ્યાં. યશોમિત્રે રસ્તે ચાલતાં ચાલતાં શ્રી સુધર્મા સ્વામીના ગુણોનું વર્ણન કર્યું. તેઓની ક્ષમાશીલતા, નમ્રતા, સરળતા, નિર્લોભતા.. ઇન્દ્રિયવિજય.. આત્મસ્વરૂપની રમણતા... વગેરે ગુણો બતાવીને અહોભાવ વ્યક્ત કર્યો.
વૈભારગિરિ ઉપરના ઉદ્યાનમાં મુનિર્વાદની સાથે સુધર્માસ્વામી બિરાજેલા હતા. યશોમિત્રની સાથે ઋષભદત્ત અને ધારિણીએ સુધર્મા સ્વામીને ભાવપૂર્વક વંદના કરી અને વિનયપૂર્વક જમીન પર બેઠાં.
સુધર્માસ્વામીએ ધર્મનો ઉપદેશ આપ્યો. ઉપદેશનું શ્રવણ કરતાં કરતાં ધારિણીના મનમાં વિચાર આવ્યો : “આવા ત્રિકાલજ્ઞાની ગુરુદેવ મળી ગયા છે, તો હું તેમને પૂછી લઉં કે મને સંતાનની પ્રાપ્તિ થશે કે નહીં! ઉપદેશ પૂરી થયો એટલે ધારિણીએ વિનયપૂર્વક પૂછ્યું : ગુરુદેવ, મને પુત્રની પ્રાપ્તિ થશે કે નહીં? સુધર્મા સ્વામીના મુખ પર સ્મિત આવી ગયું. તેમણે યશોમિત્રની સામે જોયું. યશમિત્રે તરત કહ્યું :
“હે ભાગ્યશાલિની, આ આપણા સંસારની વાત છે. આવી વાત મુનિવરને ન પુછાય. આવા પ્રશ્નનો પ્રત્યુત્તર ગુરુદેવ ન આપી શકે. આ તમારા પ્રશ્નનો ઉત્તર હું આપું છું.' આ ધારિણીને પોતાની ભૂલ સમજાઈ. તેને ગ્લાનિ થઈ આવી, ત્યાં યશોમિત્રે કહ્યું : “તમને પુત્રની પ્રાપ્તિ થશે. તમને સિંહનું સ્વપ્ન આવશે. એ સ્વપ્નની સાથે જ એક દેવ તમારા ઉદરમાં અવતરશે.”
“હે મહાનુભાવ, તમારી અમૃત જેવી વાત સાંભળી મેં અપૂર્વ આનંદ અનુભવ્યો છે. હું આ નિમિત્તે એકસો ને આઠ (૧૦૮) આયંબિલ કરીશ” તેણે ઋષભદત્ત સામે જોયું. ત્રપભદત્તે ધારિણીના સંકલ્પને અનુમોદન આપ્યું. તેમણે પુનઃ ગુરુદેવને વંદના કરી અને ઘરે જવા પાછા વળ્યાં.
૦ ૦ ૦ દિવસો વીત્યા.
એક રાત્રે ધારિણીએ સિંહનું સ્વપ્ન જોયું. સ્વપ્ન જોઈને તે જાગી અને શ્રી નવકાર મંત્રનું સ્મરણ કર્યું. શ્રી સુધર્મા સ્વામીનું સ્મરણ કર્યું. પ્રભાત સુધી તે જાગતી રહી. પ્રભાતમાં તેણે ઋષભદત્તને સ્વપ્નની વાત કરી. ઋષભદને કહ્યું:
દેવી, સિદ્ધપુત્ર, યશોમિત્રની ભવિષ્યવાણી સાચી પડી. તમે પુત્રની માતા બનશો! તમારી સંતાન સુખની ઇચ્છા પૂર્ણ થશે.”
For Private And Personal Use Only