________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૨
એક રાત અનેક વાત ધીરજ રાખો દેવી, એ સુખ પણ આપણને મળશે... દેવ-દેવીનો અનુગ્રહ યોગ્ય કાળે થતો હોય છે. ભાગ્યોદય પણ એના નિશ્ચિત સમયે થતો હોય છે. બીજો બધી જાતનો ભાગ્યોદય થયેલો છે... તો એ ભાગ્યોદય પણ થશે... ચિંતા છોડી દો. કોઈ સુખની તીવ્ર ઇચ્છા ન કરવી જોઈએ.'
આપની વાત સાચી છે નાથ, પરંતુ મારા મનમાં સંતાન-સુખની તીવ્ર ઇચ્છા જાગી ગઈ છે.”
‘એ ઇચ્છાથી મુક્ત થવા હવે હું તમારી સાથે વધુ સમય ગાળીશ. આપણે સાથે સાથે રમણીય સ્થળોમાં પરિભ્રમણ કરીશું. રસમય વાતો કરીશું... તેથી પેલા વિચારો કરવાનો તમને અવકાશ જ નહીં મળે.'
તો તો મારાં અહોભાગ્ય માનીશ. આપના સાંનિધ્યમાં હું બીજી બધી વાતો ભૂલી જાઉં છું.” “આવતી કાલે આપણે રાજગૃહના એકાદ રમણીય પહાડ ઉપર જ ઈશું.”
ઋષભદત્તનાં સ્નેહભર્યા અને સહાનુભૂતિભર્યા વચન સાંભળીને ધારિણી આનંદિત બની ગઈ.
બીજા દિવસે પ્રભાતે, આવશ્યક કાર્યોથી પરવારી, ધારિણીની સાથે ક્ષભદત્ત રથમાં બેસી, વૈભારગિરિની તળેટીમાં પહોંચ્યો. રથને તળેટીમાં મૂકી, પતિપત્ની પહાડ પર ચઢવા લાગ્યાં. ઋષભદત્ત ધારિણીનો હાથ પકડીને, પહાડ ઉપરનાં વૃક્ષોનો પરિચય કરાવે છે. પક્ષીઓની ઓળખાણ આપે છે. વૃક્ષો પર લટકતાં ફળનું વર્ણન કરે છે. ધારિણી અપૂર્વ આનંદ અનુભવે છે.
પહાડની ઉપર બન્ને એક દ્રાક્ષના બગીચામાં જઈને બેસે છે. ત્યાં તેમણે યશોમિત્ર નામના સિદ્ધપુત્રને જોયો. ઋષભદત્ત યશોમિત્રને ઓળખતો હતો.
અરે યશોમિત્ર, તમે અહીં શા માટે આવ્યા છો?' યશોમિત્રે ઋષભદત્તને જોયો. તે પાસે આવ્યો. ઋષભદત્તે ઊભા થઈને યશોમિત્રનું સ્વાગત કર્યું.
શ્રેષ્ઠી. અહીં શ્રી મહાવીર સ્વામીના શિષ્ય સુધર્માસ્વામી બિરાજેલા છે. હું તેમનાં દર્શન માટે જઈ રહ્યો છું. શું તમને જાણ નથી થઈ?'
ના રે, હું જાણતો જ નથી!” તો ચાલો મારી સાથે, હું તમને એ મહાપુરુષનાં દર્શન કરાવું.” યશોમિત્રની સાથે ઋષભદત્ત અને ધારિણી, શ્રી સુધર્મા સ્વામીનાં દર્શન
For Private And Personal Use Only