________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| ૧૩. જંબૂકુમાર |
દેવી, તમારું શરીર દિનપ્રતિદિન કૃશ થતું જાય છે – એમ મને લાગે છે.” નાથ, મારું શરીર સારું છે. મને કોઈ રોગ નથી.'
શરીરમાં ભલે કોઈ રોગ ન હોય, મનમાં કોઈ ચિંતા હોય, ઉદ્વેગ હોય તો પણ શરીર પર અસર થાય છે. ક્યારેક તમારા મુખ પર ઉદાસીનતા દેખાય છે. ઊંડી ચિંતાની રેખાઓ મુખ પર દેખાય છે.'
નાથ, તમારા પ્રેમાળ સાંનિધ્યમાં મને કોઈ વાતે દુઃખ નથી.' તો પછી ચિંતા શાની છે? મને નહીં કહો?” નગરશ્રેષ્ઠી ઋષભદત્તે શેઠાણી ધારિણીની આંખોમાં આંખો પરોવીને મૃદુ શબ્દોમાં સહાનુભૂતિપૂર્વક પૂછયું. ઋષભદત્ત શ્રેષ્ઠી રાજગૃહ નગરનો કરોડપતિ સાર્થવાહ હતો, મગધસમ્રાટ શ્રેણિકનો પ્રીતિપાત્ર શ્રેષ્ઠી હતો. રાજગૃહની પ્રજા માટે સહારો હતો, આશ્રય હતો.
રાત્રિનો સમય હતો. શયનગૃહમાં રત્નદીપકોનો પ્રકાશ પથરાયેલો હતો. ઋષભદત્ત સોનાના પલંગ પર બેઠો હતો. એના ચરણોમાં જમીન પર ધારિણી બેઠી હતી.
નાથ, મને કઈ ચિંતા હોય, તે શું આપ નથી જાણી શકતા? એક સ્ત્રીના જીવનમાં..”
શું નથી મળ્યું દેવી તમને? આપણી પાસે કુબેર જેવો વૈભવ છે. આપણાં શરીર નીરોગી છે. મહારાજા મને ચાહે છે. તમને મારો પૂર્ણ પ્રેમ મળે છે. ને કુળદેવીની આપણા પર પરમ કૃપા છે.”
નથી કૃપા કુળદેવીની નાથ, જો કુળદેવીની કૃપા હોત તો મને કોઈ વાતની ચિંતા ન હોત.'
પભદત્ત વિચારમાં પડી ગયો. થોડી ક્ષણો વીતી. તેણે ધારિણી સામે જોયું. તેના મુખ પર થોડી ગ્લાનિ ઊપસી આવી. તેણે કહ્યું :
દેવી, હવે સમજી ગયો તમારા દુ:ખનું કારણ... સ્ત્રીને પતિનો ગમે તેટલો પ્રેમ મળે, છતાં એનું હૃદય સંતાનને ઝંખતું હોય છે. સંતાનનું સુખ એ ચાહતું હોય છે.”
ધારિણીની આંખોમાંથી આંસુ ટપકવા માંડ્યાં. ઋષભદત્તે પોતાના ઉત્તરીય વસ્ત્રથી આંસુ લૂછી નાંખ્યાં.
For Private And Personal Use Only