________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જંબૂકુમાર
૮૫ આ આઠ શ્રેષ્ઠીઓ જેવા ધનવાન હતા એવા જ ગુણવાન હતા. તેમનાં કુળ ઉત્તમ હતાં.
તેમની આઠેય કન્યાઓ જેવી રૂપવતી હતી એવી જ ગુણવતી હતી. સુશીલ હતી અને બુદ્ધિમતી હતી. ઉમર પણ લગભગ બધાંની સમાન હતી.
આઠેય શ્રેષ્ઠીઓ પરસ્પર સંબંધોથી સંકળાયેલા હતા અને ઋષભદત્તની સાથે આઠેય શ્રેષ્ઠીઓનો મીઠો સંબંધ હતો.
એક દિવસ જોગાનુજોગ સમુદ્રપ્રિય શ્રેષ્ઠીની હવેલીમાં આઠેય શ્રેષ્ઠીઓ ભેગા થઈ ગયા. સંસાર-વ્યવહારની વાતો કરતાં કરતાં સમુદ્રપ્રિયે કહ્યું: “મારી ઇચ્છા સમુદ્રશ્રીનું સગપણ જંબૂકુમાર સાથે કરવાની છે. ઋષભદત્ત મારી માગણી માન્ય રાખશે જ.'
સમુદ્રદત્તે કહ્યું : “મારા મનમાં પણ એ વાત ઘોળાયા કરે છે. હું પણ પદ્મશ્રીનું સગપણ જંબૂકુમાર સાથે કરવા ચાહું છું.”
ત્યારે સાગરદને કહ્યું : “તો પછી આપણી આઠેયની આઠ કન્યાઓને જંબૂકુમાર સાથે પરણાવી દઈએ તો કેમ? જો આપના સહુની ઇચ્છા હોય તો આપણે આઠેય જણા ઋષભદત્તની પાસે જઈને આપણી ઇચ્છા બતાવીએ. મને તો શ્રદ્ધા છે કે ઋષભદત્ત આપણી ઇચ્છાનો સ્વીકાર કરશે જ. આપણને સહુને એ ચાહે છે.”
સાગરદત્ત શ્રેષ્ઠીની વાત સહુને ગમી. આઠેય શ્રેષ્ઠીઓએ ઋષભદત્તની પાસે જવાનો નિર્ણય કર્યો અને દિવસ નક્કી કર્યો.
તત્કાલીન સમાજરચનામાં એક પુરુષ અનેક પત્નીઓ કરી શકતો હતો. અલબત્ત, પુરુષમાં અનેક પત્નીઓનું પાલન કરવાનું સામર્થ્ય અપેક્ષિત હતું. તનથી બળવાન અને ધનથી સમૃદ્ધ પુરુષ અનેક પત્નીઓ કરી શકતો હતો.
એક શુભ દિવસે સમુદ્રપ્રિય શ્રેષ્ઠીની આગેવાની નીચે સહુ શ્રેષ્ઠીઓ ઋષભદત્તની હવેલી પર પહોંચ્યા. પોતાના સ્વજન જેવા આઠ શ્રેષ્ઠીઓનું ઋષભદને ઉમળકાથી સ્વાગત કર્યું અને સત્કાર કર્યો. અરસ-પરસ કુશલપૃચ્છા કર્યા પછી ઋષભદત્તે
કહ્યું :
શ્રેષ્ઠીવર્યો, કૃપા કરીને કહો કે અહીં શા માટે, શા કામે આપ સહુ પધાર્યા
છો?
સમુદ્રપ્રિય શ્રેષ્ઠીએ કહ્યું : “અમે એક મહત્ત્વપૂર્ણ કામ માટે આવ્યા છીએ.”
તમે આય ભેગા થઈને આવ્યા ત્યારથી જ હું સમજી ગયો હતો કે વિશેષ પ્રયોજન હોવું જોઈએ. કહો, મારા યોગ્ય જે કોઈ સેવાકાર્ય હોય તે નિઃસંકોચ કહો.”
For Private And Personal Use Only