________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૬.
એક રાત અનેક વાત અમારે સહુને એક એક કન્યા છે, એ આપ જાણો છો. અમારી એ આઠેય કન્યાઓનું પાણિગ્રહણ આપના સુપુત્ર જંબૂકુમાર સાથે થાય, એવી અમારી ઇચ્છા છે. સમુદ્રપ્રિયે મધુર શબ્દોમાં વાત મૂકી.
બે ક્ષણ વિચાર કરીને ઋષભદત્તે કહ્યું : “શ્રેષ્ઠીવર્યો, હું તમને સ્વજન સદશ માનું છું. તમારી કન્યાઓ સાથે મારા પુત્રનો સંબંધ થાય, એ યોગ્ય જ છે. પરંતુ હજુ મારો જંબૂ અને તમારી કન્યાઓ નાની છે.”
ભલેને નાનાં હોય બાળકો, સગપણ તો થઈ શકે છે. લગ્ન તમે કહેશો ત્યારે કરીશું.”
ઋષભદત્તે અંદરના ખંડમાં જઈને ધારિણી સાથે પરામર્શ કર્યો, ધારિણીએ એ આઠેય કન્યાઓને જોયેલી હતી. એ આઠ ઘર સાથે આમેય ઋષભદત્તના સારા સંબંધો હતા. ધારિણીએ સંમતિ પ્રદર્શિત કરી. ઋષભદત્તે મંત્રણાખંડમાં આવીને આઠેય શ્રેષ્ઠીઓને કહ્યું :
“હે શ્રેષ્ઠીવર્યો, મારા પુત્ર જંબૂ સાથે તમારી આઠ કન્યાઓનો સંબંધ થાય, તે અમને ઇષ્ટ છે. આ સંબંધ આપણા સહુ માટે સુખદાયી બનશે, ગૌરવરૂપ બનશે.”
સમુદ્રદત્ત શ્રેષ્ઠીએ હર્ષથી ગદ્ગદ્ સ્વરે કહ્યું : “હે શ્રેષ્ઠીરત્ન, તમે અમારી કન્યાઓનો સ્વીકાર કરીને અમારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. અમારી કન્યાઓનો મહાન ભાગ્યોદય થયો છે.”
મહાનુભાવો, તમે સહુએ પણ મારા પર એવો જ ઉપકાર કર્યો છે. આપણા સંબંધોને દઢ કર્યા છે.
આઠ શ્રેષ્ઠીઓ પ્રસન્નચિત્તે પોતપોતાના ઘરે ચાલ્યા ગયા. ઘરે જઈને દરેકે પોતપોતાની પત્નીઓને બધી વાત કરી. કન્યાઓએ પણ વાતો સાંભળી. તે આનંદવિભોર થઈ ગઈ. જંબૂકુમાર જેવો પતિ મળવા બદલ તેઓ પોતાને ભાગ્યશાળી માનવા લાગી.
રાજગૃહના ઘરે ઘરે આ નવા સંબંધની વાત પહોંચી ગઈ. લોકોએ પ્રશંસા કરવા માંડી. કોઈ જંબૂકુમારના પુણ્યની પ્રશંસા કરે છે તો કોઈ આઠ શ્રેષ્ઠી કન્યાઓના ભાગ્યની સરાહના કરે છે. કોઈ એ શ્રેષ્ઠીઓની ખાનદાનીની પ્રશંસા કરે છે.
For Private And Personal Use Only