________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી... મારા ભાઈ... મને અનશન કરાવો... મને ધર્મ સંભળા... મારો પરલોક સુધરે... બસ...'
ઋષભદત્ત ચોધાર આંસુએ રડી પડ્યો. તેણે જિનદાસને અનશન કરાવ્યું.. અને કહ્યું : “મારા વહાલા ભાઈ, તું સંસારની બધી મમતા ત્યજી દે... શરીરને પણ ભૂલી જા... એક માત્ર અરિહંત પરમાત્માને જો.. એમનું શરણ લઈ લે... ભાઈ, તું પ્રકાશ તરફ પ્રયાણ કરીશ.'
ઋષભદત્ત અંતિમ આરાધના કરાવતો રહ્યો... અને ત્યાં જ જિનદાસનું સમાધિપૂર્ણ મૃત્યુ થયું.
મરીને એ દેવયોનિમાં ઉત્પન્ન થયો. જંબૂદ્વીપનો સ્વામી બન્યો, એ જ આ “અનાઢી” દેવ છે... કે જે હમણાં નાચી રહ્યો હતો. પોતાને સદ્ગતિ પમાડનાર મોટાભાઈ ઋષભદત્તના ઘરમાં અંતિમ કેવળજ્ઞાની થનાર આત્મા અવતરશે.. એ જાણીને તે હર્ષવિભોર બનીને નાચવા લાગ્યો.!”
મગધસમ્રાટે અનાઢી દેવ સામે જોયું. બે હાથ જોડી પ્રણામ કર્યા. તે પછી વિન્માલી દેવ સામે જોઈ પ્રણામ કર્યા. વિદ્યુમ્માલી દેવનું તેજ , ઓજસ અને સૌભાગ્ય જોઈ શ્રેણિકે પુનઃ ભગવંતને પૂછ્યું :
હે તારણહાર! આ વિદ્યુમ્માલી દેવને જોઉં છું.... ને મને ખૂબ પ્રેમ જાગે છે. મીઠો લાગે છે આ દેવી અને પ્રભો, એનું તેજ કેવું ઝળહળે છે? હજારો દેવોમાં આવો દેવ તો એક વિદ્યુમ્માલી જ જોયો. હે નાથ, આ દેવે એના પૂર્વજન્મમાં એવી કેવી ધર્મ આરાધના કરી હશે? કેવાં વ્રત પાળ્યાં હશે? કેવું ઉત્કૃષ્ટ પુણ્યકર્મ બાંધ્યું હશે? પ્રભો, આ બધું જાણવાની મારી તીવ્ર જિજ્ઞાસા છે.”
આ પ્રશ્નના ઉત્તરમાં મળે છે જે બૂકમારના પૂર્વજન્મોની રોમાંચક અને રસપૂર્ણ વાર્તા. વાર્તા કહેનારા છે સર્વજ્ઞ-વીતરાગ ભગવાન મહાવીર.
સાંભળનારા હતાં સમવસરણમાં બેઠેલાં દેવો, મનુષ્યો અને પશુપક્ષીઓ. એ બધાંમાં મુખ્ય શ્રોતા હતા મગધ સમ્રાટ શ્રેણિક.
મેં આ વાર્તા વાંચી મહાકાવ્યની ભાષામાં. મહાકાવ્યની રચના કરનારા હતા ન્યાયાચાર્ય ન્યાયવિશારદ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી વિ. સં. ૧૭૩૯ માં ખંભાત શહેરમાં આ મહાકાવ્ય રચાયેલું છે.
ચાલો, હવે આ વાર્તા કહું છું ગદ્યની ભાષામાં!
For Private And Personal Use Only