________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રેણિકે ભગવંતને પૂછ્યું : ‘હે નાથ, આ દેવ હર્ષના અતિર્રકથી શા માટે નાચી
રહ્યો છે?’
ભગવંતે કહ્યું : ‘શ્રેણિક, આ નગરમાં ગુપ્તમતિ નામના એક શ્રેષ્ઠી હતા. તેમના બે પુત્રો : એક ઋષભદત્ત અને બીજો જિનદાસ.'
પેલો દેવ પોતાની જગાએ બેસીને ભગવંતની વાત એકાગ્રતાથી સાંભળવા લાગ્યો.
‘બે ભાઈઓ વચ્ચે મોટું અંતર હતું. ઋષભદત્ત અમૃત તો જિનદાસ વિષ! મોટો ન્યાયનિષ્ઠ, નાનો ઘોર અન્યાયી. મોટો સદાચારી, નાનો વ્યસની.
ગુપ્તમતિ શ્રેષ્ઠીનો સ્વર્ગવાસ થઈ ગયો હતો. મોટોભાઈ ઋષભદત્તે જિનદાસને વ્યસનો છોડી દેવા, અન્યાય-અનીતિ છોડી દેવા ખૂબ સમજાવ્યો, પરંતુ જિનદાસ ન સમજ્યો. રોજ રોજ જિનદાસનાં તોફાનોની ફરિયાદો આવવા માંડી. ઋષભદત્ત બધું સહન કરે છે, પરંતુ એક દિવસે કંટાળીને ઋષભદત્તે જિનદાસને ઘરમાંથી કાઢી મૂક્યો.
જિનદાસને જુગા૨ ૨મવાનું વ્યસન હતું. તેની પાસે પૈસા ન હતા, છતાં જુગારીઓના અડ્ડામાં જઈને જુગાર રમવા માંડ્યો. એક પછી એક દાવ તે હારતો ગયો. જુગારીઓએ પૈસા માંગ્યા... જિનદાસ ક્યાંથી પૈસા આપે? જુગારીઓએ તેને મારવા માંડ્યો... ખૂબ માર્યો... જિનદાસ મરણતોલ થઈ ગયો.
જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતો જિનદાસ રસ્તા પ૨ તરફડે છે... તેના સ્વજનોએ જિનદાસની આ હાલત જોઈ... તેઓ ઋષભદત્ત પાસે દોડતા પહોંચ્યા. તેમણે ઋષભદત્તને કહ્યું :
‘હે મહાનુભાવ, જિનદાસ ગમે તેવો છે, છતાં તારો નાનો ભાઈ છે. તેને મારવામાં આવ્યો છે.. રસ્તા વચ્ચે લોહીલુહાણ હાલતમાં તે પડ્યો છે, જીવનમૃત્યુ વચ્ચે ઝોલાં ખાય છે. હે ઋષભ, તું દયાળુ છે. દુઃખી જીવ દયાપાત્ર હોય છે... આ તો તારો સહોદર છે... દુઃખના સમયે દુઃખીના અવગુણ ના જોવાય...'
ઋષભદત્તની આંખોમાં આંસુ આવી ગયાં. તરત જ તે દોડ્યો... જ્યાં જિનદાસ પડ્યો હતો, ત્યાં પહોંચ્યો. જિનદાસનું મસ્તક પોતાના ખોળામાં લઈ... વાત્સલ્યથી તેના માથે હાથ ફેરવતાં તેણે કહ્યું : ‘મારા વહાલા ભાઈ, તું ચિંતા ન કર. સ્વસ્થ થા. હું હમણાં જ તને વૈદ્ય પાસે લઈ જાઉં છું...'
જિનદાસે આંખો ખોલી. એણે આંસુ સારતા ઋષભદત્તને જોયો... તેણે મંદ સ્વરે... તૂટતા અવાજે કહ્યું : ‘મોટાભાઈ, મારા અપરાધ માફ કરો... મને ક્ષમા આપ્યું... હું દુરાચારી... હવે મારે જીવવું નથી. જીવવાની જરાય ઇચ્છા
For Private And Personal Use Only