________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વ્યથા હૈયાની...
૧૫
બે શબ્દો પણ કહી શક્યો નથી... કેવી રીતે કહું? હજુ મારૂં જ હૃદય અશાન્ત છે, બેચેન છે... વ્યથિત છે... ખરેખર, બેટા... આજે હું બેસહારા બની ગયો છું.. દિશાશૂન્ય બની ગયો છું...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને પુત્રવધૂ...? એ બિચારી પાણી વિનાની માછલીની જેમ તરફડી રહી છે... એનો વિચાર કરૂં છું... ને મારૂં કાળજું ફફડી ઊઠે છે...
બેટા, તને શું કહું? તારે નાગિલાનો વિચાર તો કરવો જ જોઈતો હતો. ભલે, તેં ચારિત્રધર્મ સ્વીકાર્યો, નાગિલાના મનનું સમાધાન કરીને અથવા એને પણ સાથે લઈને તેં સ્વીકાર્યો હોત તો... મને અને તારી માતાને અતિ વેદના ન થાત... આ તો જ્યારે જ્યારે એ મુગ્ધાને જોઉં છું... ત્યારે અપાર વેદના અનુભવું છું.
એના મનમાં એ શું વિચારતી હશે? અરે...... વિચારે શું બિચારી? શૂન્યમનસ્ક થઈ ગઈ છે એ. અલબત્ત, એ તારું અશુભ તો નહીં જ વિચારે. ભલે તેં એનો ત્યાગ કરી દીધો... એ એના હૃદયમાંથી તારો ત્યાગ નહીં કરી શકે. મેં એને પરખીને પુત્રવધૂ બનાવી છે. એ તારા સિવાય બીજા પુરુષનો વિચાર પણ નહીં કરી શકે.
પરંતુ એની લાંબી જિંદગી કેવી રીતે પસાર થશે? અમે તો હવે બેટા... વધુ સમય જીવી નહીં શકીએ...'
રેવતી :
રાષ્ટ્રકૂટ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા...
રડી રડીને સૂજી ગયેલી આંખોએ રેવતીએ રાષ્ટ્રકૂટ સામે જોયું. તે પલંગમાંથી નીચે ઊતરી રાષ્ટ્રકૂટના પલંગ પાસે આવી. તેણે ધીરેથી પોતાની સાડીના છેડાથી રાષ્ટ્રકૂટની આંખો લૂછી. રાષ્ટ્રકૂટે રેવતી સામે જોયું, રેવતીના બંને હાથ પોતાનાં હાથમાં જકડી લીધા. રેવતી જમીન પર પલંગના સહારે બેસી ગઈ. તેના ચીમળાઈ ગયેલા ચહેરા તરફ રાષ્ટ્રકૂટ જોઈ રહ્યા. રેવતીની દૃષ્ટિ જમીન પર સ્થિર હતી. તે મૌન હતી.
રેવતીનું મનોમંથન ચાલુ હતું.
બેટા, તારી દરેક વસ્તુમાં મને તું દેખાય છે... તારા કપડામાં, તારા પલંગમાં, તારી બેસવાની જગામાં... અરે, ઘરના એક એક ભાગમાં તું જ દેખાય છે... વત્સ, તને શું થઈ ગયું? શું તને મારો કોઈ શબ્દ આકરો લાગ્યો?
For Private And Personal Use Only