________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક રાત અનેક વાત છે. તમને તમારી કલ્પનાની નાગિલાની કમનીય કાયાના ઉપભોગમાં સુખ ભાસે છે, તે નરી ભ્રમણા છે. માંસ, રૂધિર અને હાડકાંમાંથી બનેલી કાયામાં સુખ આપે એવું શું છે? માત્ર રૂપાળી ચામડી! હવે તો ચામડીના રૂપ પણ નથી રહ્યાં...'
તું ક્યાંથી જાણે મારા મનની વ્યથા? બાર-બાર વર્ષથી તારી સ્મૃતિમાં ઝરતો રહ્યો છું. બહારથી ત્યાગી રહ્યો, ભીતરથી ભોગી રહ્યો. મોટાભાઈ ભવદત્ત મુનિરાજનો સ્વર્ગવાસ થયો, અને હું અહીં આવ્યો.”
‘ભલે આવ્યા, આપનાં દર્શન કરી હું ધન્ય બની ગઈ. હવે મારી એક જ વિનંતી છે કે આપ લીધેલાં મહાવ્રતોનું મન-વચન-કાયાથી પાલન કરો. હું પણ સાધ્વીજી પાસે જઈને ચારિત્રધર્મ સ્વીકારી લઈશ.”
ભવદેવ મુનિ ગંભીર વિચારમાં પડી ગયા. એમના મુખ ઉપર ગ્લાનિ. ઉદાસી... ઉદ્વિગ્નતા પથરાઈ ગઈ. બાર-બાર વર્ષથી જે નાગિલાને હૃદયમાં સંઘરી રાખી હતી.. તે નાગિલાના હૃદયમાં તો વૈરાગ્યનો દીવો સળગી ગયો હતો! તે નાગિલાનું રૂપ જ બદલાઈ ગયેલું હતું.
તેમની કલ્પનાઓનો મહેલ કડડભૂસ થઈ ગયો. તેમનાં સુખનાં સજાવેલાં સ્વપ્નો બધાં જ ધૂળમાં રગદોળાઈ ગયાં. તેમની આંખો ભીની થઈ ગઈ.
ઉદાસ ન બનો મહાત્મ! તમને મારા પર પ્રેમ છે ને? એ પ્રેમ મારા શરીર પર નહીં, મારા આત્મા પર કરો. મારા વિશુદ્ધ આત્મા પર! શરીરની અશુચિતાનું ચિંતન કરી, શરીરનો રાગ દૂર કરો.
વૈષયિક સુખોના કટુ વિપાકોનું ચિંતન કરી, ઉદ્દિપ્ત વાસનાને શાન્ત કરો. તમે તો બાર વર્ષમાં ઘણું જ્ઞાન મેળવ્યું છે. એ જ્ઞાનથી તમારા મનનું સમાધાન
કરો.”
પરંતુ મેં તને દુઃખી કરી.”
એ બધું ભૂલી જાઓ. અનિચ્છાએ પણ તમને સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિ થઈ ગઈ છે! તે ત્રણ અણમોલ રત્ન છે. અનંત પુણ્યના ઉદયથી જ આ રત્ન પ્રાપ્ત થાય છે. તે ખોઈ નાંખવાની ભૂલ નથી કરવાની.”
તારી વાત સાચી છે, પરંતુ...” મારા ઉપરનો મોહ દૂર થતો નથી ને?' હા... તેં મારા મનની વાત કહી દીધી....”
For Private And Personal Use Only