________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
એક રાત અનેક વાત ઋષભદત્તની આંખો વરસી પડી. તેમણે પ્રભવને પોતાની છાતીએ લગાડીને ખૂબ વાત્સલ્ય વરસાવ્યું. જંબૂકમારે પ્રભવનો પરિચય આપ્યો. શા માટે તે આવ્યો હતો, તે વૃત્તાંત કહ્યો. એ બધું જાણીને ઋષભદત્તે કહ્યું : “પ્રભવ, તારા પૂર્વજન્મના કોઈ પુણ્ય કર્મના પ્રતાપે જ તને જંબૂનો સંપર્ક થયો છે. જીવન પરિવર્તનનો તેં શ્રેષ્ઠ નિર્ણય કર્યો છે.'
આઠ સ્ત્રીઓ, ધારિણીની અનુજ્ઞા લઈ પોત-પોતાનાં માતા-પિતાને મળવા અને “જંબૂકુમાર સાથે અમે પણ દીક્ષા લેવાનાં છીએ” એ નિર્ણય જણાવવા, રથમાં બેસીને ચાલી ગઈ.
જંબૂકુમાર પ્રભવ અને એના સાથીઓનું ઉચિત આતિથ્ય કરવા, તેમને લઈને રસોઈગૃહમાં ગયો.
ખંડમાં રહી ગયાં ધારિણી અને ઋષભદત્ત.
ધારિણીએ ઋષભદત્તની સામે જોયું. ઋષભદત્ત ગંભીર હતા. ઊંડા ચિંતનમાં ડૂબેલા હતા. ધારિણીએ ધીમા સ્વરે પૂછ્યું :
સ્વામીનાથ, આપે જાણ્યું ને? આઠેય પુત્રવધૂઓ જંબૂની સાથે દીક્ષા લેવાની છે.” “હા.' “પછી?' આપણે પણ દીક્ષા લઈએ દેવી!” આપણે?”
હા, પુત્ર વિના આપણે આ ઘરમાં. સંસારમાં નહીં રહી શકીએ. માટે પુત્રની સાથે જ આપણે ચારિત્ર ધર્મ અંગીકાર કરી લઈએ.”
સાચી વાત છે આપની. પુત્ર અને પુત્રવધૂઓ વિના મને તો એક ક્ષણ પણ નહીં ગમે...'
પણ દેવી, તમારાથી સાધુજીવનનાં કષ્ટો સહી શકાશે?'
કેમ નહીં? જો આઠ-આઠ પુત્રવધૂઓ ચારિત્ર-ધર્મ પાળી શકશે તો હું કેમ નહીં પાળી શકું?'
ઋષભદત્તની આંખો હર્ષનાં આંસુઓથી છલકાઈ. ગઈ. તેઓ ત્યાંથી પોતાના ખંડમાં ગયા. મુનીમને બોલાવી, રાજગૃહી સંઘના અગ્રણી શ્રાવકોને બોલાવી લાવવા રવાના કર્યા.
For Private And Personal Use Only