________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૯
જંબૂનો વેરાગ્ય ગુમાવી દઉં... ના, ના, એવું ખોટું સાહસ મારે નથી કરવું... જો કે મારે નગરમાં તો જવું જ પડશે. સાહસ કરવું પડશે. પરંતુ એ પૂર્વે હું ગુરુદેવ પાસે જઈને બ્રહ્મચર્યવ્રત તો લઈ આવું. પછી કદાચ મોત પણ આવી જાય, તો મને પરલોકનો ભય રહે નહીં. બ્રહ્મચારીની સદ્ગતિ જ થાય છે-એમ ગુરુદેવે કહેલું છે.”
તેણે રથને પાછો ગુણશીલ ચૈત્ય તરફ વાળ્યો.
રથમાંથી ઊતરી તે શ્રી સુધર્માસ્વામી પાસે ગયો. વંદના કરી અને ગુરુદેવને કહ્યું : “ભગવંત, મને આજીવન બ્રહ્મચર્ય વ્રત આપવાની કૃપા કરો. જીવનનો કોઈ ભરોસો નથી. મારે વ્રતરહિત અવસ્થામાં મરવું નથી.' તેણે નગરના દ્વાર પર જે જોયું હતું તે કહી બતાવ્યું. ગુરુદેવે તેને બ્રહ્મચર્ય વ્રત પ્રદાન કર્યું. તેને પરમ સંતોષ થયો. તે થોડો સમય ત્યાં રોકાયો. પુનઃ એ નગરના મુખ્ય દ્વાર પર પહોંચ્યો ત્યારે રસ્તો સાફ હતો. તેણે નગરમાં પ્રવેશ કર્યો.
તે પોતાની હવેલીએ પહોંચ્યો ત્યારે દ્વાર પર જ ઋષભદત્ત અને ધારિણી મળી ગયાં.
૦ ૦ ૦ પિતાની સાથે જંબૂકમારે ભોજન કર્યું. ઉદ્યાનમાંથી આવતાં કેમ વિલંબ થયો એ વાત કરી. પરંતુ બ્રહ્મચર્ય વ્રત લીધાની વાત તેણે ન કરી. ધારિણી પાસે જ બેઠેલી હતી. જંબૂકુમારે કહ્યું :
પિતાજી, આજે ગણધર ભગવંતનો ઉપદેશ સાંભળીને ખરેખર મને અપૂર્વ આનંદ થયો.”
બેટા, શ્રી સુધર્માસ્વામી પરમ જ્ઞાન મહાપુરુષ છે. તેમનો ઉપદેશ સાંભળીને હજારો સ્ત્રી-પુરુષોએ સંસાર ત્યજી સંયમ ધર્મ સ્વીકારેલી છે, ને સ્વીકારી રહ્યા
“પિતાજી, આપની વાત યથાર્થ છે. તેઓનો ઉપદેશ સાંભળીને મારું મન પણ સંસાર પ્રત્યે વિરક્ત બની ગયું છે. વૈષયિક સુખો પ્રત્યે મારા મનમાં કોઈ રાગ રહ્યો નથી. એટલું જ નહીં, મારું મન સંયમ ધર્મ સ્વીકારવા તત્પર બની ગયું છે. આપ મને અનુમતિ આપો પિતાજી!
માતાજી! હું સંયમ ધર્મનો સ્વીકાર કરી મારા આત્માને પરમ વિશુદ્ધ કરવા ઈચ્છું છું.”
For Private And Personal Use Only