________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
એક રાત અનેક વાત જંબૂકમારની વાત સાંભળીને ધારિણી અને ઋષભદત્ત સ્તબ્ધ થઈ ગયાં. બન્નેની આંખો ભીની થઈ ગઈ. ધારિણી બોલી ઊઠી :
“ના, બેટા ના, તું આવી વાત ન કર. તારો વિરહ હું જરાય સહન નહીં કરી શકું. તારા ઉપર અમારો કેવો પ્રેમ છે, તે શું તું નથી જાણતો?'
ઋષભદત્તે કહ્યું : “વત્સ, ભલે તારા હૃદયમાં વૈરાગ્ય રહે... મને વાંધો નથી. વિરક્ત હૃદયથી સંસારનાં ભોગસુખો ભોગવજે, પરંતુ સાધુ બનવાની વાત ન કરીશ.'
“પિતાજી, મારા પ્રત્યે મારી માતાની કેટલી મમતા છે તે હું જાણું છું. આપનો કેવો પ્રગાઢ રાગ છે, તે પણ હું જાણું છું, છતાં આ રાગનાં બંધન તોડવાં તો પડશે ને! એક ને એક દિવસ સંયોગનો વિયોગ થવાનો જ છે ને!'
વત્સ, તારી વાત સાચી છે. સંયોગનો વિયોગ થાય જ છે, પરંતુ અત્યારે તું શા માટે અમને વિયોગનું દુઃખ આપે છે? તારું હૃદય વૈરાગી હશે તો તું સંસારનાં સુખો ભોગવીને પછી પણ સંયમ ધર્મ સ્વીકારી શકીશ.'
“પિતાજી, જીવનનો આયુષ્યનો શો ભરોસો છે? શ્રમણ બન્યા પહેલાં જ મૃત્યુ આવી જાય તો? શ્રમણજીવન જીવ્યા વિના મનુષ્ય જન્મનો અંત આવી જાય તો.. જીવનનો કોઈ અર્થ ન રહે. વળી, સંસારનાં ભોગસુખો પ્રત્યે મારા મનમાં જરાય આકર્ષણ નથી રહ્યું. પછી તે સુખો ભોગવવાની વાત જ ક્યાં રહે છે? માટે મને અનુમતિ આપવાની કૃપા કરો.'
બેટા, શ્રમજીવન જીવવું સરળ નથી. એ ઘણું દુષ્કર જીવન છે. એ જીવન જીવવાનું તારૂં ગજુ નથી. માટે એ વાત ભૂલી જા.”
એ જીવનનું પ્રબળ આકર્ષણ મારા મનમાં જાગી ગયું છે પિતાજી. હવે હું ગૃહવાસમાં નહીં રહી શકું. શ્રમણનું કઠોર જીવન જીવવા હું તત્પર છું.'
ધારિણી ચોધાર આંસુએ રડી રહી હતી. ઋષભદત્ત જંબૂને સમજાવવા પ્રયત્ન કરી રહ્યા હતા. જંબૂ તેના વિચારોમાં દઢ હતો. તેણે ધારિણીને શાન્ત કરવાનો પ્રયત્ન કર્યો. ધારિણીએ તેને પોતાના ખોળામાં લઈ લીધો. આંસુ ભરેલી આંખે તેણે જંબૂ સામે જોઈને કહ્યું : “બેટા, શું તું તારી આ મા પ્રત્યે પણ વિરાગી બની ગયો? તને તારી માનો કોઈ વિચાર નથી આવત? તારા વિના બેટા શું હું જીવી શકીશ?”
જંબૂકમાર મૌન રહ્યો. તેની આંખો ભીની થઈ. તેણે માતા સામે જોયું. ધારિણીએ તેને પોતાની છાતીસરસો ચાંપી દીધો.
For Private And Personal Use Only