________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જંબૂનો વૈરાગ્ય
૧૦૧ મા, ખરેખર હું સંસારમાં નહીં રહી શકું. મારું મન ઊઠી ગયું છે... આ વૈષયિક સુખોમાંથી..! ગુરુદેવના માત્ર એક વારના સંપર્કથી મારા આત્મામાં જાણે કે પૂર્વજન્મોના સંસ્કાર જાગી ગયા છે. જાણે કે મારા આત્માને જગાડવા જ ગુરુદેવ અહીં પધાર્યા છે, મા, તારો મારા ઉપર સાચો પ્રેમ છે.. હું જાણું છું. મેં મારી એક એક ઇરછા પૂર્ણ કરી છે. તે પ્રતિપળ મારા તન-મનની કાળજી રાખે છે. તું કદાચ મને ચારિત્ર માર્ગે જવાની અનુમતિ નહીં આપે તો હું રહીશ ઘરમાં, પરંતુ..” જંબૂકુમારનો સ્વર ભારે થઈ ગયો. ઘારિણીએ ઋષભદત્ત સામે જોયું. ઋષભદત્ત ગંભીર વિચારમાં ડૂબેલા હતા. ધારિણીએ કહ્યું : “વત્સ, વધુ નહીં, મારી એક ઇચ્છા પૂર્ણ કર. “જંબૂકુમારે મા સામે જોયું.
તું લગ્ન કરી લે. મને પેટભરીને તારો લગ્નોત્સવ માણવા દે. મારી પુત્રવધૂઓને આ ઘરમાં મારે જોવી છે.”
હા વત્સ, અમારી આટલી ઇચ્છા પૂર્ણ કર.'ઋષભદત્તે ધારિણીની વાતને અનુમોદન આપ્યું.
પિતાજી, માતાજી, માની લો કે હું લગ્ન કરી લઉં, તે પછી તો મને સંયમ માર્ગે જતાં નહીં રોકી ને? પછી તો અનુમતિ આપશો ને સંયમ માર્ગે જવાની?”
ધારિણી અને ઋષભદત્ત વિચારમાં ડૂબી ગયાં. જંબૂકુમારે કહ્યું : “માતાપિતા, માલિક અને સદ્ગુરુના ઉપકારનો બદલો વાળવો ઘણો મુશ્કેલ હોય છે. તમારો મારા ઉપર મોટો ઉપકાર છે. તમે મારી બધી જ ઇચ્છાઓ પૂર્ણ કરી છે... તો તમારી એક ઇચ્છા પૂર્ણ કરવાનું મારું કર્તવ્ય છે. હું લગ્ન કરીશ... પરંતુ તે પછી તરત હું સંયમ ધર્મ સ્વીકારીશ, ત્યારે તમે મને નહીં રોકો ને!'
વત્સ, તારી વાત ઉપર અમારે વિચાર કરવો પડશે. વળી આઠ કન્યાઓને અને એમનાં માતા-પિતાને પણ પૂછવું પડશે. તે પછી જે તે નિર્ણય કરી શકાશે.'
ભલે, આપને જે ઉચિત લાગે તે કરો, પરંતુ હવે વિલંબ ન કરશો.” જંબૂકમાર માતા-પિતાને પ્રણામ કરી પોતાના ખંડમાં ચાલ્યો ગયો. ધારિણી અને ઋષભદત્ત ગંભીર છતાં શાન્ત મુદ્રામાં જતા પુત્રને જોઈ રહ્યાં.
૦ ૦ ૦ ધારિણીના કલ્પાંતનો પાર નથી. ધારણીની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યાં છે. ઋષભદત્ત મૌનપણે તેના પ્રત્યે અપાર સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે.
For Private And Personal Use Only