________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦ર
એક રાત અનેક વાત રાગ જેમ હસાવે છે તેમ રાગ રડાવે છે. રાગદશાની સાથે સુખ-દુ:ખ જોડાયેલાં છે. રાગદશાની સાથે હર્ષ-ઉદ્વેગ જોડાયેલા છે. સંસારમાં જીવાત્માથી સહજપણે રાગ થઈ જાય છે.
માતા-પિતા પુત્રપ્રેમનો વિલાપ કરે છે, પરંતુ પુત્ર વિલાપ નથી કરતો. કારણ કે તેના મનમાંથી રાગનાં પૂર ઓસરી ગયાં છે. તે વિરક્ત બની ગયો
“દેવી, કલ્પાંત ન કરો. જંબૂ વિરક્ત બની ગયો છે. એ સંયમના માર્ગે જશે જ.... અને એ માર્ગ ઉત્તમ છે. આપણો રાગ આપણને રડાવે છે.”
નાથ, આપની વાત સાચી છે; પરંતુ મને એમ લાગે છે કે એ લગ્ન કરશે. અને આઠ-આઠ વહુઓ ઘરમાં આવશે... એ વહુઓ જ એને સમજાવીને સંયમ. માર્ગે નહીં જવા દે! અથવા વહુઓને જોઈને જંબૂ એમના પ્રેમમાં પડી જશે.... સંયમની વાત ભૂલી જશે. આઠેય વહુઓ રૂપવતી છે, ગુણવતી છે અને બુદ્ધિમતી છે. તેઓ જરૂર જંબૂના મનને મોહી લેશે.'
તમારી વાત ઠીક છે, પરંતુ માનો કે જંબૂનું મન વૈરાગ્યમાં દઢ રહ્યું અને તે દીક્ષા લેવાનું નક્કી કરી નાંખે તો? આઠ પુત્રવધૂઓનું શું થાય? તેમનાં માતા-પિતાઓને આપણે શો જવાબ આપવાનો?'
“તો પછી...?'
“વળી, એક વાત આપણે બન્ને વિચારી લઈએ. જંબૂ જો સંયમ ધર્મ અંગીકાર કરે તો પછી આપણે શું કરવાનું? શું આપણે સંસારમાં રહીશું? શું આપણે સંસારનાં સુખ ભોગવીશું?
“ના, ના, એના વિના આપણે સંસારનાં સુખ ન ભોગવી શકીએ. એના વિના આ હવેલીમાં એક ક્ષણ પણ રહી ન શકીએ.” ધારિણી રડી પડી.
તો પછી આપણે પણ પુત્રની સાથે ચારિત્ર ધર્મ અંગીકાર કરવાનો ને?” હા, હા, પુત્ર ત્યાગના માર્ગે તો આપણે પણ ત્યાગના માર્ગે જ જવાનું.”
અને પુત્રવધૂઓની ઇચ્છા ત્યાગમાર્ગે ચાલવાની ન થાય તો એમને કોણ સાચવે? એમને સાચવવા, એમની જીવનરક્ષા ખાતર પણ આપણે સંસારમાં રહેવું પડે! ધારિણીને ઋષભદત્તની વાત સમજાઈ. ઋષભદત્તે કહ્યું :
દેવી, એટલે હું એમ વિચારું છું કે આપણે આઠેય કન્યાઓનાં માતાપિતાને કહેવરાવી દઈએ કે શ્રી સુધર્મા સ્વામીનો ઉપદેશ સાંભળીને અમારો પુત્ર વૈરાગી બન્યો છે. અમારા આગ્રહથી તેણે લગ્ન કરવાની હા પાડી છે,
For Private And Personal Use Only