________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક રાત અનેક વાત ઉદ્યાનમાં જોયા હતા, તે કલ્પનામાં આવ્યા. “કેવું નિષ્પાપ જીવન! કેવું જ્ઞાનધ્યાનનું જીવન! મને ગમી ગયું એ જીવન...'
ભવદેવના ભવમાં સાધુજીવન જીવેલું હતું. તેના ગાઢ સંસ્કારો આત્મામાં પડેલા જ હતા. આ જીવનમાં નિમિત્ત મળતાં એ સંસ્કારો જાગી ગયા.
ભોજનનો સમય થઈ ગયો હતો. કોશલા આવીને કુમારની પાછળ ઊભી રહી ગઈ હતી. તેણે ધીરેથી કહ્યું :
નાથ, ભોજનનો સમય થઈ ગયો છે. પિતાજી આપની રાહ જુએ છે.' કુમારે કોશલા સામે જોયું, ને તે ઝડપથી ભોજનગૃહ તરફ ચાલ્યો. તેના મનમાં વિચાર આવી ગયો “ભોજન કર્યા પછી પિતાજીને વાત કરીશ. મા પણ હાજર હશે...'
તેણે રાજા પરથની સાથે બેસીને ભોજન કરી લીધું. રાજા પારથ ભોજન કરીને તરત જ ત્યાંથી ચાલ્યા ગયા. કુમારનો વિચાર કુમારના મનમાં જ રહી ગયો. તેણે સાંજના ભોજન પછી વાત કરવાનું વિચાર્યું.
તેણે કોશલાને કહ્યું : “હું ઉદ્યાનમાં મુનિરાજ પાસે જાઉં છું. એકાદ પ્રહર લાગી જશે.'
તે રથમાં બેસીને નગરની બહારના ઉદ્યાનમાં પહોંચ્યો. મુનિવરો આહાર કરીને નિવૃત્ત થયા હતા. તેણે સાગરદન મુનિરાજને ભાવપૂર્વક વંદના કરી અને અનુમતિ લઈને યોગ્ય જગાએ બેસી ગયો.
ગુરુદેવ, અહીંથી ઘરે ગયા પછી મારા મનમાં એક પ્રશ્ન જાગ્યો. જો આપ અનુમતિ આપો તો પૂછું.”
પૂછી શકે છે વત્સ!”
ગુરુદેવ, મારા ભવદેવના ભવમાં, જે મારી પત્નીએ મને સંયમમાર્ગમાં સ્થિર કર્યો હતો, એ ઉપકારિણી સ્ત્રીનું શું થયું અને અત્યારે તે ક્યાં જન્મી છે?”
સાગરદત્ત મુનિરાજે આંખો બંધ કરી જ્ઞાનનો ઉપયોગ મૂક્યો... અને તેમણે આંખો ખોલીને કુમારને કહ્યું :
કુમાર, તારું સ્થિરીકરણ કર્યા પછી એ સતી સ્ત્રીએ ચારિત્રધર્મ અંગીકાર કરી સુંદર આરાધના કરી હતી. એ આરાધનાના પ્રતાપે, સમાધિ મૃત્યુ પામીને તે પણ પહેલા દેવલોકમાં દેવ બની હતી.
દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને એ આ જ વીતશોકા નગરીમાં જન્મ પામી
છે!
For Private And Personal Use Only