________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક રાત અનેક વાત સાતમી નરકમાં પણ જઈ શકે! - કોઈ દિવ્યશક્તિનો સહારો મળી જાય તો આપણે ત્યાં જઈ શકીએ! - ભવદત્તનો આત્મા મહાવિદેહના “પુષ્કળાવતી' નામના ખંડમાં, પુંડરિકિણી
નામની નગરીમાં જન્મ પામે છે. -- તે ખંડન ચક્રવર્તી રાજા હતો વજદત્ત. તેની રાણીનું નામ હતું યશોધરા. - યશોધરા એક શુભ રાત્રીમાં ગર્ભવતી બની.
રાજપરિવારોમાં એક જીવનપદ્ધતિ હતી કે ગર્ભવતી રાણીની દરેક ઇચ્છા રાજા પૂર્ણ કરતો રહે. ઇચ્છા પૂર્ણ થવાથી રાણી પ્રફુલ્લિત રહે. તેથી એના ગર્ભસ્થ શિશુને સુખનો અનુભવ થાય.
રાણી યશોધરાને સાગરમાં સ્નાન કરવાની ઇચ્છા થઈ. તેણે રાજાને પોતાની ઇચ્છા જણાવી.
નગરથી થોડે દૂર સાગર જેવી વિશાળ અને સાગર જેવી ગંભીર “સીતા” નામની નદી વહેતી હતી. રાજાએ રાણીને એ નદીમાં સ્નાન કરાવવાનો નિર્ણય કર્યો. રાણીને રથમાં બેસાડીને સીતા નદીના તીરે લાવવામાં આવી. રાજાએ કહ્યું :
દેવી, આ કેવો વિશાળ સાગર છે!' “હા, નાથ, હું આમાં સ્નાન કરીશ!' રાણી સાથે રાજાએ એ નદીમાં સ્નાન કર્યું. યથેચ્છ ક્રિીડા કરી. રાણી હર્ષવિભોર બની ગઈ. રાજાએ રાણીને કહ્યું : “દેવી, આપણે આપણા પુત્રનું નામ “સાગર” પાડીશું!”
પ્રાણનાથ, મને આ નામ ગમ્યું!”
આપણો પુત્ર સાગર જેવો ગંભીર હશે! સાગરના પેટાળમાં જેમ રત્નો હોય છે તેમ આપણા પુત્રમાં ગુણોના રત્નો હશે!”
રાણીની આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયાં. રાજા-રાણી રથમાં બેસીને રાજમહેલમાં આવી ગયાં. યોગ્ય સમયે કોઈ જ પીડા વિના સહજતાથી રાણીએ પુત્રને જન્મ આપ્યો.
રાજા અને પ્રજાએ પુત્રજન્મનો ભવ્ય મહોત્સવ ઊજવ્યો. કારાવાસો ખોલી નાખવામાં આવ્યા. ગરીબોને ભરપૂર દાન આપવામાં આવ્યું. સમગ્ર “પુષ્કળાવતી' ખંડ આનંદથી ઝૂમી ઊઠડ્યો.
For Private And Personal Use Only