________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- પ૭
શિવકુમાર
એવા વિચારો કેમ આવેલા? આપે તો મારા કલ્યાણ માટે મને સાધુ બનાવેલો ને?'
ના, તારા કલ્યાણની ભાવનાથી નહીં, પરંતુ મારા મુખમાંથી નીકળેલા વચનને સિદ્ધ કરવા મેં તને કપટથી સાધુ બનાવેલો કે જ્યારે તારાં લગ્ન થઈ ગયેલાં. તારા મનમાં સંસારસુખ ભોગવવાની પ્રબળ ઇચ્છાઓ હતી. એટલે મને ક્યારેક પસ્તાવો થતો હતો.'
પરંતુ હે ભગવંત, હવે આ ભવમાં તો હું પૂર્ણ ઇચ્છાથી સંસારનો ત્યાગ કરી, આપનાં ચરણોમાં સંયમ ધર્મ અંગીકાર કરીશ. હવે હું આપની પાસે જ રહીશ.”
સાગરદત્ત મુનિરાજે શિવકુમારના ભવિષ્યને પોતાના અવધિજ્ઞાનના પ્રકાશમાં જોયું. તેઓ મૌન રહ્યા. શિવકુમારે કહ્યું : “હે કૃપાવંત, આપ મને આપના ચરણોમાં રાખશો ને?'
“વત્સ, અમારી પાસે આવવા માટે, જીવન સમર્પિત કરવા માટે માતાપિતાની અનુમતિ લેવી પડે!”
“મારાં માતા-પિતા બહુ સારાં છે. મારી દરેક ઇચ્છાને પૂર્ણ કરે છે. તેઓ મને અનુમતિ આપશે જ.”
કુમાર, સંસારનાં સુખોની ઇચ્છા પૂર્ણ કરવી એક વાત છે, અને સાધુ બનવાની ઇચ્છા પૂર્ણ કરવી બીજી વાત છે. માતા-પિતાના સંતાનો ઉપર જો તીવ્ર રાગ હોય છે તો તેઓ અનુમતિ નથી આપતાં!”
જો કે મારાં માતા-પિતાનું મારા ઉપર ગાઢ મમત્વ છે. કદાચ તેઓ મારો વિરહ ન રહી શકે.. ને તેથી અનુમતિ ન આપે. તે સાચી વાત છે, પરંતુ મને હવે માતા-પિતા પ્રત્યે નથી રાગ રહ્યો કે નથી મમત્વ રહ્યું... ભલે તેઓ અનુમતિ ન આપે.... હું તો આપની પાસે આવી જઈશ.'
‘ન આવી શકાય કુમાર! તું રાજ કુમાર છે ને? તીર્થકરોની આજ્ઞા છે કે રાજકુમારોને માતા-પિતાની અનુમતિ વિના દીક્ષા ન આપી શકાય.”
એ આજ્ઞાનું રહસ્ય શું છે ભગવંત
રાજા સાધુઓને દ્વેષી બની જાય. તે પોતાના રાજ્યમાંથી સાધુઓને બહાર કાઢી મૂકે અથવા સાધુઓને મારી નંખાવે. સાધુ ધર્મનું પાલન કરવું દુષ્કર બની જાય. એક વ્યક્તિના કારણે સમગ્ર શ્રમણસંઘને કષ્ટ સહન કરવાં પડે.”
For Private And Personal Use Only