________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૨
એક રાત અનેક વાત હે અમારાં માતા-પિતાઓ, અમે પણ એમની સાથે જ આ સંસારનો ત્યાગ કરી સાધ્વી બની જવાનો નિર્ણય કરી લીધો છે. એમના વિનાની આ દુનિયા તરફ અમે પણ વૈરાગી જ છીએ.”
આઠ માતાઓ અને પિતાની આંખો સમુદ્રશ્રીની વાત સાંભળીને ભીની થઈ ગઈ. સમુદ્રપ્રિય શ્રેષ્ઠીએ કહ્યું :
બેટી, લગ્ન પૂર્વે તમે કરેલા સંકલ્પ મુજબ તમારો નિર્ણય સર્વથા ઉચિત છે, પરંતુ યૌવનકાળમાં જ્યારે ઇન્દ્રિયો ઉન્મત્ત હોય છે ત્યારે મહાવ્રતોનું પાલન દુષ્કર જ નહીં, અતિ દુષ્કર હોય છે. મહાવ્રતો ગ્રહણ કરવાં સહેલાં હોય છે, પાલન કરવું ઘણું દુષ્કર હોય છે.
બેટી, જંબૂકમારનો વૈરાગ્ય સહજ છે, તમે વૈરાગ્યથી પ્રેરિત થઈ દીક્ષા લેવા તૈયાર નથી થયાં પરંતુ જંબૂકમાર પ્રત્યેના તીવ્ર અનુરાગથી પ્રેરિત થઈને દીક્ષા લેવા તૈયાર થયાં છો.”
સમુદ્રશ્રીએ કહ્યું : “પિતાજી, જેમ વિરાગી સર્વસ્વનો ત્યાગ કરી શકે છે... અને ભયંકર કષ્ટોને સહી શકે છે, તેમ અનુરાગી પણ પોતાના પ્રિય પાત્રની ખાતર સર્વસ્વનો ત્યાગ કરી શકે છે ને સળગતી આગમાં કૂદી શકે છે. અમે કઠોર મહાવ્રતોનું પણ પાલન કરી શકીશું. અમે પૂર્ણ વિચાર કરી લીધો છે.”
સમુદ્રશ્રીની માતા પદ્માવતીએ કહ્યું : “દીકરીઓએ તો વિચાર કરી જ લીધો છે. જમાઈ અને દીકરીઓ તો દીક્ષા લેશે જ, મને તો ત્યારે જ લાગેલું... જ્યારે લગ્ન પૂર્વે દીકરીઓએ વાત કરી હતી. વિચાર તો હવે આપણે કરવાનો છે અને સમય આપણી પાસે થોડો છે.'
પદ્મશ્રીની માતા કનકમાલાએ કહ્યું, “સાચી વાત છે, જો જમાઈ અને પુત્રીઓ આજે જ સંસારત્યાગ કરવાનાં હોય તો આપણે નકામી ચર્ચામાં ન પડવું જોઈએ. જુઓ સાંભળો, હું તો જમાઈ અને પુત્રીની સાથે દીક્ષા લઈશ... જો આ લોકો ભરજોબનમાં સંસારત્યાગ કરી શકે છે તો શું આપણે હવે આ ઉમરમાં સંસારત્યાગ ન કરી શકીએ?'
તો હું પણ દીક્ષા લેવાનો નિર્ણય જાહેર કરૂં છું.' સમુદ્રદત્ત શ્રેષ્ઠીએ પોતાનો નિર્ણય જાહેર કર્યો. પદ્મશ્રી આનંદ-વિભોર થઈ ગઈ, તેણે ઊભા થઈ પોતાનાં માતા-પિતાના ચરણે પ્રણામ કર્યા.
પદ્મસેનાના પિતા સાગરદત્ત પાસેનાને કહ્યું : “બેટી, હું અને તારી માતાઅમે બન્ને તારી સાથે જ સંસારત્યાગ કરી મોક્ષ માર્ગે ચાલી નીકળીશું.' પદ્મસેનાએ માતા-પિતાનાં ચરણે બહુમાનપૂર્વક વંદના કરી.
For Private And Personal Use Only