________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લગ્ન નક્કી થયાં
૧૦૭ વિરાગી રાગી કેમ ન બની શકે? હે પૂજ્યાં, અમે આઠ છીએ.. એ એકલા છે! અમે એમને શું રાગી નહીં બનાવી શકીએ?
કદાચ એ રાગી નહીં બને તો અમે વિરાગી બનીશું! એટલે કે તેઓ અમને આઠેયને વૈરાગી બનાવી દેશે! એ જે માર્ગ લેશે તે માર્ગ અમે લઈશું.
એટલે આપ અમારા માટે બીજો વિચાર ન કરશો.”
શ્રેષ્ઠી સમુદ્રદત્તે કહ્યું : “બેટી, તમે આઠેય કન્યાઓએ ભેગા મળીને જે વિચાર્યું છે તે તમારા ઉચ્ચ કોટિના સંસ્કારોને અનુરૂપ વિચાર્યું છે. તમે મહાન આદર્શને આંખો સામી રાખીને વિચાર્યું છે. પરંતુ બેટી, આદર્શ અને વાસ્તવિક જીવન વચ્ચે અંતર હોય છે... આદર્શને જીવનમાં જીવવો સરળ હોતો નથી. તમે શું સંયમજીવન અંગે વિચાર્યું છે? કુમારની સાથે તમે પણ સંયમ ધર્મ અંગીકાર કરીને સાધ્વી બની જવાનું વિચારો છો - તે અંગે હું પૂછું છું.'
સમુદ્રશ્રીએ કહ્યું : “હે પિતાતુલ્ય શ્રેષ્ઠીવર્ય! અમે એ અંગે પણ સ્વસ્થતાથી વિચાર્યું છે. આમેય આપણા ઘરોમાં શ્રમણ સંસ્કૃતિથી સહુ પરિચિત તો છે જ. ભગવાન સુધર્મા સ્વામીનો પ્રભાવ આપણા સહુ ઉપર છે. સાધુજીવનથી આપણે સાવ અજાણ તો નથી જ.
જો કુમાર શ્રમણજીવન અંગીકાર કરી શકે તો અમે કેમ ન કરી શકીએ? એ જે સાધુજીવનનાં કષ્ટો સહી શકશે તો અમે કેમ નહીં સહી શકીએ? એમની ખાતર અમારે ભડભડતી આગમાં કૂદી પડવું પડે તો પણ કૂદી પડીશું... પરંતુ એમને છોડીને અમે આ જીવનમાં બીજા કોઈ પુરુષને પતિ નહીં કરી શકીએ...'
શું આ નિર્ણય તમારો આઠેય કન્યાઓનો છે?” શ્રેષ્ઠી કુબેરદને પૂછ્યું.
હા જી, આ નિર્ણય અમારા આઠેયનો છે. છતાં આપ સહુ પોતપોતાની કન્યાને એકાંતમાં પૂછી પણ શકો છો. અને એનો જે પ્રત્યુત્તર મળે તે પ્રમાણે કરી શકો છો.”
શ્રેષ્ઠીઓ એક-બીજાની સામે જોવા લાગ્યા. એમણે કરેલા નિર્ણયનો, કન્યાઓએ ભૂકો કરી નાંખ્યો હતો. કેટલાક શ્રેષ્ઠીઓને કન્યાઓનો નિર્ણય ગમ્યો હતો, કેટલાકને નહોતો ગમ્યો.
સમુદ્રપ્રિયે પૂછ્યું : “બેટી, તમે તમારો નિર્ણય તમારી માતાઓને નહીં જણાવ્યો હોય?'
“ના પિતાજી, અમે નિર્ણય કરીને પહેલાં આપને જ જણાવ્યો છે. માતાઓને હવે જણાવીશું.”
For Private And Personal Use Only