________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
એક રાત અનેક વાત ભીષણ ભવનમાં ભટકતો થઈ જાય... એમાં મૂળભૂત નિમિત્ત હું બની
જાઉં...
બીજા જીવને એવી રીતે તો ધર્મ ન જ આપવો જોઈએ કે એના મનમાં ધર્મ પ્રત્યે દ્વેષ થઈ જાય. ધર્મ ન આચરે તો ચાલે, પણ ધર્મ પ્રત્યે દ્વેષ થઈ જાય તે ન ચાલે.
જો કે ભવદેવ સાધુજીવનની એકેએક ક્રિયા વિધિપૂર્વક કરે છે; હું બરાબર જોયા કરું છું. કઈ ક્રિયા પ્રત્યે અનાદર જોવા મળતો નથી... છતાં એના મનના ભાવોને તો હું જાણી શકતો નથી. બસ, હું તો એટલું ઇચ્છું છું કે એના મનમાં ક્યારેય ચારિત્રધર્મ પ્રત્યે દ્વેષ ન જાગવો જોઈએ.
એનું મન વ્યથિત તો છે જ. ભારોભાર દુઃખ ભર્યું છે એના મનમાં, શું કરું? એને ઉપદેશ આપવા તો મારી જીભ જ નથી પડતી. હું એને કેવી રીતે ઉપદેશ આપું? અપરાધ મારો છે, એનો નથી. મેં કપટ કરીને એને સાધુ બનાવી દીધો છે. મેં જિનાજ્ઞાનું પણ ઉલ્લંઘન કર્યું છે.
મારાથી એની વેદના જોઈ જતી નથી. પેલા દિવસે રાત્રીના છેલ્લા પ્રહરમાં.. મારા પગે પડીને એ કેટલું રડ્યો હતો? એના એ રુદને ઘણું બધું કહી દીધું હતું.. બધું શબ્દોથી જ કહેવાય, એવો નિયમ થોડો જ છે? કેટલુંક મૌનથી કહેવાય છે, કેટલુંક રુદનથી કહેવાય છે... કેટલુંક માત્ર દૃષ્ટિથી કહેવાય છે.
તો શું કરું? એને પ્રેમથી એકાંતમાં પૂછી લઉં? “વત્સ, તારું મન આ શ્રમણજીવનમાં લાગે છે ને? જો ન લાગતું હોય.. અને ખૂબ પીડા... વ્યથા થતી હોય તો...”
ના, ના, મારાથી એને ગૃહસ્થાવાસમાં જવાનું તો નહીં જ કહી શકાય. કારણ કે ગૃહવાસ પણ સુખરૂપ તો નથી જ. ગૃહવાસ દુઃખરૂપ છે. દુઃખરૂપ ગૃહવાસમાં જવાનું હું એને ન કહી શકું. હા, એ ગૃહવાસને અત્યારે સુખરૂપ માની રહ્યો છે અને એને વૈષયિક સુખો સુખરૂપ લાગે છે... એટલે જ એ સુખોનું આકર્ષણ એના મનમાં છે.
જે સંસારસુખો દુઃખરૂપ છે, તેને તે સુખરૂપ માની રહ્યો છે અને જે સંયમનાં કષ્ટો સુખરૂપ છે, તેને તે દુ:ખરૂપ માની રહ્યો છે...! આ જ મોહદશા... અજ્ઞાન-દશા જીવાત્માને અનંતકાળથી સંસારમાં ભટકાવી રહી છે ને..?
શું ક્યારેય તીર્થંકર ભગવંતોનો એના પર અચિત્ય અનુગ્રહ નહીં થાય? શું ક્યારેય ગુરુદેવોના હાર્દિક આશીર્વાદ એના પર નહીં અવતરે? અવતરશે,
For Private And Personal Use Only