________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવદેવ
મુનિરાજને પોતાના ઘર તરફ આવતા જોઈને રેવતી અને રાષ્ટ્રકૂટ આનંદથી નાચી ઊઠ્યા. ત્યાં ઉપસ્થિત સ્નેહી-સંબંધીઓને સંબોધીને રાષ્ટ્રકૂટે કહ્યું : જુઓ, જુઓ. આપણે ત્યાં એક ઉત્સવ પૂરો થયો. ત્યાં બીજો મહોત્સવ મંડાણો છે! અમારા ભવદત્ત મુનિરાજ પધારી રહ્યા છે!”
રેવતી અને રાષ્ટ્રકૂટની સાથે અનેક સ્નેહી-સ્વજનો મુનિરાજની સામે ગયા. ભાવપૂર્વક મુનિરાજને વંદના કરી, મુનિરાજે ઘરના આંગણે લગ્નમંડપને જો. સ્નેહી-સ્વજનો અને મિત્રોને જોયા. તેઓ સમજી ગયા કે ભવદેવનું લગ્ન થઈ ગયું છે!
ઘરના દ્વારે આવતાં સ્વજનોએ પ્રાસુક-અચિત્ત પાણીથી મુનિરાજના પગ ધોયા... એ પાણીને સહુએ પોતપોતાના માથે ચઢાવી કૃતાર્થતા અનુભવી.
ભવદત્ત મુનિરાજે કહ્યું : “મહાનુભાવો, તમે લગ્નોત્સવમાં વ્યસ્ત લાગો છો, એટલે હું વધુ રોકાઈશ નહીં.”
હે મુનિરાજ! આજે આપનાં પાવન પગલાં થયાં... તેથી અમે કેટલા બધા આનંદિત છીએ! અમે આજે ધન્ય બની ગયા... આજે પુત્રવધૂનાં પનોતાં પગલાં થયાં ઘરમાં અને આજે આપ પુણ્યનિધાન અમારા ઘેર પધાર્યા... મહાત્મનું, આપના દર્શન-વંદનથી અમે ધન્ય બની ગયા. આપ પ્રાસક ભિક્ષા ગ્રહણ કરી અમારા પર ઉપકાર કરો...”
મુનિરાજની આંખો ભવદેવને શોધતી હતી! પરંતુ ભવદવ તો ઉપરની મેડીએ પત્નીને શણગારવામાં રસલીન હતો.
તે કાળે એવો કુલાચાર હતો! પતિ પત્નીને શણગારે! હજુ અડધો શણગાર થયો હતો, ત્યાં ભવદેવે ભવદત્ત મુનિનો અવાજ સાંભળ્યો. તેના હાથ થંભી ગયા.. નાગિલાએ ભવદેવ સામે જોયું. ભવદેવે કહ્યું : “પ્રિયે, મારા વડીલ ભ્રાતા મુનિરાજ પધાર્યા લાગે છે... મેં હમણાં તેમનો અવાજ સાંભળ્યો.” ભવદેવ ઊભો થઈ ગયો. નાગિલાએ કહ્યું : “પરંતુ આપ ઊભા કેમ થઈ ગયા?”
હું ભ્રાતા-મુનિરાજનાં દર્શન-વંદન કરીને આવું...' પણ મને આમ અર્ધ-શણગારેલી મૂકીને જશો?' “હું હમણાં જ પાછો આવું છું !'
ભવદેવ મેડી ઉપરથી નીચે આવ્યો.. ભવદત્ત મુનિને જોઈ તેની આંખો નાચી ઊઠી... તેના શરીરે રોમાંચ થઈ ગયો... તેણે ઊલટભેર વંદના કરી અને ભિક્ષા આપી.
For Private And Personal Use Only