________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કનકશ્રી અને કમળવતી
૧૫૫ આવું કપટ કરવાથી શલ્ય કે પશુયોનિમાં જવાનાં કર્મ બાંધ્યાં. તે મરીને પશુયોનિમાં જન્મ્યો. ધણાં જન્મ-મરણ તેણે પશુયોનિમાં કર્યો... એમ કરતાં કરતાં એનો જન્મ ક્ષિતિપ્રતિષ્ઠ નામના નગરમાં સોમદત્ત બ્રાહ્મણના ઘરમાં થયો. તેનું નામ હરિદત્ત પાડવામાં આવ્યું.
પેલી ઘોડી પણ મરીને ઘણા ભવ સંસારમાં ભટકી, કાળક્રમે એનો જન્મ પણ ક્ષિતિપ્રતિષ્ઠ નગરમાં “કામ પતાકા” નામની વેશ્યાના ઘરમાં થયો. તેનું નામ “માલતી” રાખવામાં આવ્યું. જ્યારે માલતી ભરયૌવનમાં આવી ત્યારે તેની આસપાસ નગરના અનેક યુવાનો ફરવા લાગ્યા.
એક દિવસ પેલા હરિદત્ત પણ માલતીને જોઈ. હરિદત્ત માલતીમાં મોહિત થઈ ગયો. પણ તે દરિદ્ર હતો, નિર્ધન હતો. એટલે માલતીનું દેહસુખ એને મળે એમ ન હતું. તે માલતીના ઘરે નોકર રહ્યો. પાણી ભરવા લાગ્યો. અનાજ દળવા માંડ્યો... અને બીજાં જે કામ કરવા પડે તે કરતો. માલતી એના પર ગુસ્સો કરતી... એને મારતી... ભૂખ્યો રાખતી... છતાં એ જતો ન હતો. એની કામાસક્તિ એવી પ્રબળ હતી.
હે કનકશ્રી, હું એ હરિદત્ત જેવો સ્ત્રીલંપટ નથી; ભોગાસક્ત નથી. અને આ ભવમાં એવાં કર્મ પણ બાંધવાં નથી કે આવતા જન્મમાં પણ આવી ભોગાસક્તિ મળે. મારે તો પૂર્ણ અવિકારી બનવું છે.'
જ્યાં જંબૂકુમારે વાત પૂરી કરી, તરત જ કમળવતીએ બે હાથ જોડી, મસ્તક નમાવી વિનયથી કહ્યું : “હે પ્રાણનાથ, મારા બોલવામાં અવિનય લાગે તો ક્ષમા કરજો; પરંતુ આપની બધી વાતો સાંભળતાં એમ લાગે છે કે આપની કથની અને કરણીમાં બહુ અંતર છે! એક બાજુ આપ સુખો છોડવાની વાતો કરો છો, બીજી બાજુ સુખોની પાછળ દોડવા તૈયાર થયા છો! પેલા “માં સાહસ' પક્ષીની વાર્તા આપ જાણતા હશો, છતાં કહું છું.
એક મજૂર માણસ લાકડાં કાપીને લાવવા જંગલમાં ગયો હતો. તે એક પહાડની ગુફા પાસે ગયો. ત્યાં ગુફામાં તેણે વાઘને સૂતેલો જોયો.
વાઘનું મોઢું ખુલ્યું હતું. તેના દાંતમાં માંસના કકડાઓ ચોંટેલા હતા. ત્યાં એક પક્ષી આવ્યું “મા સાહસ” એમ બોલ્યું અને વાઘના દાંતમાંથી માંસનો એક કકડો લઈને પાસેના વૃક્ષ પર જઈને બેઠું. બીજી વાર તે વાઘની પાસે આવ્યું.
મા સાહસ' એમ બોલ્યું, વાધના દાંતમાંથી માંસનો એક કકડો લીધો અને ઊંડીને ઝાડ પર જઈ બેઠું. આ રીતે “સાહસ ન કરો', એમ બોલતું ગયું અને
For Private And Personal Use Only