________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫. પ્રભવ જયપુરમાં
વિંધ્યાચલના કોતરોમાંથી પ્રભવ અને એના પાંચ સાથીઓ અશ્વારોહી બની પસાર થઈ રહ્યા હતા. બધા મૌન હતા. અશ્વો સહજ ગતિથી ચાલી રહ્યા હતા. જયપુરનો રસ્તો તેમનો પરિચિત હતો.
વર્ષોથી પ્રજ્વલિત રોષાગ્નિ બુઝાઈ ગયો હતો. તે ભાઈ અને પિતા પાસે ક્ષમાયાચના કરવા જઈ રહ્યો હતો. એને પિતા વિંધ્યરાજ અન્યાયી લાગ્યા હતા. નાના ભાઈ પ્રભુ પ્રત્યે તેના મનમાં ઘોર રોષ ભરેલો હતો... તે અશાન્ત હતો, સંતપ્ત હતો. પરંતુ એક જ રાતમાં એ દ્રષ, એ રોષ. બધું જ ધોવાઈ ગયું હતું.
પ્રભવના મનમાં નિરંતર જંબૂકુમારના વિચારો ચાલી રહ્યા હતા. એની કલ્પનામાં જંબૂકુમાર... જંબૂકુમારની આઠ પત્નીઓ.. જંબૂકુમારનાં માતાપિતા.. એમની વિશાળ હવેલી... અપાર વૈભવ... આ બધું ઘુમરાતું હતું.... - જંબૂકુમારની દઢ અનાસક્તિ.. તીવ્ર વૈરાગ્ય અને સ્વાભાવિક ત્યાગવૃત્તિએ પ્રભવને હચમચાવી મૂક્યો હતો. એના હૃદયમાં જંબૂકુમાર પ્રત્યે પ્રેમ જાગી ગયો હતો.
જ્યાં જયપુરની હદમાં પ્રભવે પ્રવેશ કર્યો, તરત જ શસ્ત્રધારી સૈનિકોએ પ્રભવ અને એના સાથીઓને ઘેરી લીધા.
પ્રભવ અને એના સાથી સાદાં વસ્ત્રોમાં હતા. તેમણે એક પણ શસ્ત્ર રાખ્યું ન હતું. મોઢા પર બુકાની પણ નહોતી બાંધી. સૈનિકો પ્રભાવને ઓળખી ન શક્યા. સૈનિકોના નાયકે પૂછ્યું :
કોણ છો? ક્યાં જાઓ છો?” મારું નામ પ્રભવ...”
પ્રભવ?' જાણે ઝેરી વીંછીના ડંખ લાગ્યો હોય, તેમ સૈનિકો હેબતાઈ ગયાં. બે ડગલાં પાછા હટી ગયા. મ્યાનમાંથી તલવારો ખેંચી કાઢી.
હા, મારું નામ પ્રભવ છે, ને હું જયપુર જાઉં છું, મારા ભાઈને અને મારા પિતાજીને મળવા.' પ્રભવે સહજતાથી કહ્યું. સૈનિકો એક-બીજા સામે જોવા લાગ્યા. નાયકે પૂછ્યું :
“શસ્ત્રો ક્યાં છુપાવ્યાં છે?” “શસ્ત્રો છોડી દીધાં છે...'
For Private And Personal Use Only