________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦
એક રાત અનેક વાત
ગુરુવર, આપને વિશેષ શું કહું? ગૃહસ્થવેશે પણ આત્માઓને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે, થઈ રહી છે અને ભવિષ્યમાં થશે.
વળી, આ રીતે ભાવ-સાધુતાની આરાધના કરતાં-કરતાં ક્યારેય માતાપિતાનું મન માની જાય અને ગૃહત્યાગની અનુમતિ આપી દે તો એ જ સમયે ગૃહત્યાગ કરતાં વાર કેટલી? તમારો આ શિષ્ય પણ ગૃહત્યાગ કરીને તમારી સાથે જ ચાલી નીકળશે.'
શિવકુમારનું હૈયું ગદ્ગદ્ બની ગયું. ધર્મેશ મારો ખરેખર કલ્યાણમિત્ર છે. મારા માટે એ કેટલો બધો ત્યાગ કરવા તત્પર બન્યો છે? મારી ખાતર એ એનાં તમામ વૈષયિક સુખોનો ત્યાગ કરી રહ્યો છે.'
ભલે ધર્મેશ, હું નિર્દોષ આહાર ગ્રહણ કરીશ... પરંતુ એ નિર્દોષ આહાર લુખો જોઈએ, રસહીન જોઈએ, સ્વાદરહિત જોઈએ.'
એટલે આયંબિલનો આહાર જોઈએ?' હ, આયંબિલ કરીશ અને તે પણ બે ઉપવાસના પારણે! જ્યાં સુધી ઘરમાં રહેવું પડશે ત્યાં સુધી આ જ ક્રમ ચાલુ રહેશે... બે ઉપવાસ અને આયંબિલ... બે ઉપવાસ અને આયંબિલ...'
ઘર્મશે આંખો બંધ કરીને, બે હાથ જોડી, મસ્તક નમાવીને શિવકુમારને વંદના કરી.
આજે તો આઠનવ ઉપવાસનું પારણું છે ને? આજે તો થોડું દૂધ, થોડું ઘી....” “ના, ના, એવું કાંઈ પણ ન જોઈએ. આજે પણ આયંબિલ જ કરીશ.'
જેવી આપની ઇચ્છા અને આજ્ઞા. હું આયંબિલનો આહાર લઈ આવું છું. આપના નિમિત્તે નહીં બન્યો હોય તેવો પ્રાસુક આહાર લાવીશ.”
બાજુના ખંડમાં બેઠેલી કોશલા, બન્ને મિત્રોનો વાર્તાલાપ એકાગ્ર બનીને સાંભળી રહી હતી. કુમારે ઉપવાસનું પારણું કરવાની હા પાડી, એ જાણીને તે ભાવવિભોર બની ગઈ. તે દોડીને રાણી યશોદા પાસે પહોંચી ગઈ.
મા, તેઓ આજે ઉપવાસનું પારણું કરશે!' કોશલા યશોદાને ભેટી પડી. તેની આંખોમાંથી હર્ષનાં આંસુ વરસવા લાગ્યાં.
“બેટી, તો પછી પારણાની તૈયારી કરીએ...”
For Private And Personal Use Only