Book Title: Ek Rat Anek Vat
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 214
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૦. એક રાત અનેક વાત તો પછી મારું શું થશે?' પ્રભવ સ્વામીની આંખો ભીની થઈ ગઈ. સ્વર તરડાઈ ગયો. તેમણે જંબૂ સ્વામીના ખોળામાં માથું મૂકી દીધું. “પછી તારા રાગનું બંધન તૂટી જશે, પ્રભવ! અને તારે પરમ ગુરૂદેવ શ્રમણ ભગવાન મહાવીર દેવના ધર્મશાસનનું નેતૃત્વ કરવું પડશે. સમગ્ર ચતુર્વિધ સંઘનું યોગક્ષેમ કરવું પડશે.' પ્રભો, એ માટે શું હું યોગ્ય છું? મને મારામાં એ યોગ્યતા નથી દેખાતી.” “તને તારામાં ભલે યોગ્યતા ન દેખાય, મને દેખાય છે. હજારો શ્રમણોમાં તું જ એક માત્ર એવી યોગ્યતા ધરાવે છે! શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘના નેતા બનવાની સમગ્ર યોગ્યતા તારામાં જ છે. પ્રભવ, આ પ્રભુનો ચતુર્વિધ સંઘ એ જ ધર્મતીર્થ છે. એ ધર્મતીર્થનું જતન કરવું છે. સમગ્ર ભરતક્ષેત્રમાં, ભવસાગર તરનારાઓ માટે એક માત્ર આ ધર્મતીર્થ સહારો છે, આશરો છે, શરણ છે. માટે એનું જતન ખૂબ કાળજીપૂર્વક કરવાનું છે.' પ્રભવસ્વામી એકાગ્ર ચિત્તે જંબુ સ્વામીની વાણીનું પાન કરતા રહ્યા. અને એક અગત્યની વાત કહી દઉં. આ ભરતક્ષેત્રમાં હવે પછી કોઈ જીવાત્મા મુક્તિ નહીં પામે, મારી મુક્તિ અંતિમ છે.” “એવું કેમ ભગવંત?” પ્રભવસ્વામીએ પૂછયું. મુક્તિ પામવા સર્વ કર્મોનો નાશ થવો જોઈએ. સર્વ કર્મોનો નાશ કરવા શુક્લધ્યાન જોઈએ. હવે જીવો શુક્લધ્યાન નહીં કરી શકે. કારણ કે તેમનાં મન તે ધ્યાન કરવા માટે યોગ્ય નહીં હોય. પ્રભાવ, સર્વ કર્મોનો ક્ષય કરવા માટે શરીરબળ અને મનોબળ અપેક્ષિત હોય છે. હવે પછી હજારો-લાખો વર્ષ સુધી આ ભરતક્ષેત્રમાં જન્મ લેનારા મનુષ્યોને એવું શરીરબળ અને મનોબળ પ્રાપ્ત નહીં થાય કે જેના દ્વારા તેઓ શુક્લધ્યાન કરી શકે. શુક્લધ્યાન વિના સર્વ કર્મોનો નાશ ન જ થાય. “પ્રભો, ધર્મધ્યાન તો જીવો કરી શકશે ને?' હા, કરી શકશે, પરંતુ પ્રમાદની પ્રબળતા વધતી જવાની. તેથી ધર્મધ્યાનનું પ્રમાણ ઘટવાનું, આર્તધ્યાન વધવાનું તે છતાં એટલું ધર્મધ્યાન તો કરી શકશે કે જેના પરિણામે જીવો દેવ ગતિનું આયુષ્ય બાંધી શકશે! ઉચ્ચ કોટિની મનુષ્ય ગતિનું આયુષ્ય બાંધી શકશે.' આવશ્યક ધર્મક્રિયાઓનો સમય થઈ ગયો હતો. વાર્તાલાપ પૂર્ણ થયો. ૦ ૦ ૦ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218