Book Title: Ek Rat Anek Vat
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 212
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૮ એક રાત અનેક વાત પ્રીતિનાં પોયણાં ખીલી ગયાં હતાં. તે પછી દિન-પ્રતિદિન એ પ્રીત પ્રગાઢ બનતી જતી હતી. પરંતુ એ પ્રીતિ બે જ્ઞાની પુરુષો વચ્ચેની હતી. એક આત્માની બીજા આત્મા સાથેની પ્રીતિ હતી. એ પ્રીતિનાં માધ્યમ જડ ન હતાં, પૌગલિક ન હતાં. એમાં રૂપ-સૌન્દર્યનું આકર્ષણ ન હતું. એ દિવ્ય પ્રીતિ હતી. એ બંધનમાં જ કડનારી પ્રીતિ ન હતી. બંધનમાંથી મુક્ત કરનારી પ્રીતિ હતી. એક દિવસની વાત છે. શ્રી જંબૂ સ્વામીની પાસે પ્રભવસ્વામી બેઠા હતા. પાસે ત્રીજી કોઈ વ્યક્તિ ન હતી. સહુ શ્રમણો થોડે દૂર પોતપોતાના સંયમયોગોમાં લીન હતા. વાતાવરણ ખુશનુમા હતું. ત્યાં પ્રભવ સ્વામીના મનમાં કેટલાય દિવસોથી સૂતેલી જિજ્ઞાસા જાગી ગઈ અને તેઓ બોલ્યા : ભગવંત, એક જિજ્ઞાસા છે.” પૂછો...” કેટલાય દિવસોથી મનમાં એક પ્રશન ઘોળાયા કરે છે. આપના પ્રત્યે મને પ્રથમ દર્શને જ પ્રગાઢ પ્રેમ કેમ થય? તે પછી નિરંતર એ પ્રેમ વધતો કેમ જાય છે? અને ક્યારેક ક્યારે આપના વિરહની કલ્પના આવે છે ત્યારે તો હૃદય અકથ્ય વેદના અનુભવે છે...” જંબૂ સ્વામીના મુખ પર સ્મિત રમી ગયું. જાણે કે આ પ્રશ્નનો ઉત્તર એમની પાસે તૈયાર હોય-એવું પ્રભવ સ્વામીને લાગ્યું. “પ્રભવ, આ પ્રશ્ન તેં આજે પૂછ્યું, મેં આ પ્રશ્ન પૂજ્ય ગુરુદેવને પહેલાં પૂછી લીધો હતો! હું?' પ્રભવસ્વામીએ જંબૂ સ્વામીનાં બે ચરણ પકડી લીધાં. “ગુરુ ભગવંતે શું કહ્યું?' ‘તાર-મારો ત્રણ જન્મોનો સંબંધ છે પ્રભવ!' ત્રણ જન્મોનો?” “હા...” જંબૂસ્વામીએ આંખો બંધ કરી, અને અતીતમાં ડૂબકી મારી. તેમના મુખમાંથી મધુર વાણી વહેવા લાગી. આ જ મગધમાં, સુગ્રામ નામના ગામમાં, “રાષ્ટ્રકૂટ' નામના ધનપતિનો હું પુત્ર હતો. મારું નામ ભવદેવ હતું. તું મારી પત્ની હતી. તારું નામ નાગિલા' હતું. પરંતુ આપણાં બસ લગ્ન જ થયાં હતાં. તારૂં ને મારું બ્રહ્મચર્ય For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218