________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જંબુસ્વામીનું નિર્વાણ
૧૯૯ અખંડ રહ્યું. કારણ કે લગ્ન કરીને ઘેર આવ્યા પછી.. એ જ દિવસે હું સાધુ બની ગયો હતો! તું બાર-બાર વર્ષ સુધી ઘરમાં સાધ્વીની જેમ રહી તપ કરતી રહી... પછી મને સંયમ ધર્મમાં સ્થિર કરીને તેં દીક્ષા લીધી... છતાં આપણો આંતરિક પ્રેમ કાયમ રહ્યો. બન્ને દેવલોકમાં ગયાં.
ત્યાંથી મારો જન્મ મહાવિદેહ ક્ષેત્રમાં થયો. વીતશોકા નગરીના રાજા પધરથને ત્યાં રાજકુમાર થયો. મારું નામ શિવકુમાર. અને એ જ નગરીમાં તું સાર્થવાહના પુત્રરૂપે જન્મ્યો. તારું નામ “દૃઢધર્મા' હતું. હું તને ધર્મેશ કહેતો. તારી મારી ગાઢ દોસ્તી થઈ. હું વૈરાગી બન્યો, પણ માતા-પિતાએ મને દીક્ષા ન લેવા દીધી. ઘરમાં રહીને ભાવસાધુતાનું પાલન કરવામાં તે મને સહાય કરી. મારા માટે તેં તારાં ભોગસુખોનો ત્યાગ કર્યો. તારો-મારો આંતરસંબંધ પ્રગાઢ બન્યો.
આયુષ્ય પૂર્ણ થતાં આપણે બન્ને દેવલોકમાં દેવ થયા. ત્યાંથી મારું ચ્યવન થયું, મારો જન્મ રાજગૃહમાં થયો અને તારો જન્મ જયપુરના રાજ કુલમાં થયો. તે પછીની વાત બધી તું જાણે છે.”
પ્રભવસ્વામી સ્તબ્ધ બની ગયા. આ ત્રણ ભવોની રોમાંચક વાતો સાંભળીને. તેમનું હૃદય ગદ્ થઈ ગયું. તેમની આંખો આંસુઓથી છલકાઈ ગઈ. તેમણે પૂછુયું :
ભગવંત, હજુ કેટલા ભવ સુધી આપણો સંબંધ ચાલશે?' “પ્રભવ, આ મારો છેલ્લો ભવ છે... તારા હજુ બે ભવ બાકી છે. મને કૈવલ્યની પ્રાપ્તિ થશે. સર્વ કર્મોની નિર્જરા થઈ જશે અને હું મુક્તિને પામીશ. તારે હજુ દેવલોકમાં જવું પડશે, ત્યાંથી ચ્યવીને મહાવિદેહમાં જન્મ લઈશ. આ સંસારમાં એ તારો છેલ્લો જન્મ હશે. ત્યાં તું દીક્ષા લઈશ, સર્વ કર્મોનો નાશ કરી મુક્તિ પામીશ!' પ્રભવસ્વામી ઊંડા વિચારમાં પડી ગયા. ત્યાં જંબુસ્વામીએ કહ્યું :
તારા પ્રશ્નનું સમાધાન સાંભળી લે! તું એમ વિચારે છે ને કે પહેલાં મારી મુક્તિ થશે કે પહેલાં તારું આયુષ્ય પૂર્ણ થશે?'
આપે મારા મનના ભાવ જાણી લીધા ગુરુદેવ!' પ્રભવ, પહેલાં મારી મુક્તિ થશે!'
For Private And Personal Use Only