________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨
એક રાત અનેક વાત શ્રમણ ભગવાનું મહાવીર સ્વામીએ ચાતુર્માસ વ્યતીત કર્યા હતાં. પરમાત્માના પાદસ્પર્શથી જે ભૂમિનો કણ-કણ પવિત્ર બનેલો હતો, એક-એક પરમાણુ જીવંત બનેલો હતો.
એક ઊંચા કાષ્ઠાસન ઉપર આરૂઢ થયેલા ગણધરશ્રી સુધર્માસ્વામી દૃષ્ટિગોચર થતાં જ પ્રભવનું મસ્તક નમી પડયું. બે હાથની અંજલિ મસ્તકે અડી, તેના મુખમાંથી ‘ગુરુદેવનો જય હો!” શબ્દો સરી પડ્યા. તે બે ક્ષણ ઊભો રહી ગયો. તેની સાથે પ્રભુ અને બીજા સાથીઓ પણ નતમસ્તક બન્યા. ગુણશીલ ચૈત્યના એ પરિસરમાં એક હજારથી પણ વધારે સાધુપુરુષો બિરાજમાન હતા. સહુ પોત-પોતાની સાધના-આરાધનામાં લીન હતા. નિસર્ગની અદ્ભુત છટા હતી. કોઈ સાધુઓ કાર્યોત્સર્ગ ધ્યાનમાં મગ્ન હતા. કોઈ સાધુઓ શાસ્ત્રસ્વાધ્યાયમાં મગ્ન હતા. કોઈ સાધુઓ બીમાર શ્રમણોની સેવા કરતા હતા, તો કોઈ સાધુઓ પોત-પોતાની આવશ્યક ધર્મક્રિયાઓમાં તત્પર હતા. સર્વત્ર શાન્તિ હતી, પ્રસન્નતા હતી, પવિત્રતા હતી.
પ્રભવની આંખો, શ્રમણ બની ગયેલા જંબૂકુમારને શોધતી હતી. ત્યાં તો ગણધર ભગવંતનો મેઘગંભીર ધ્વનિ કાને પડ્યો : “ધર્મલાભ!' પ્રભવ હર્ષવિભોર બની ગયો. ગણધર ભગવંતના ચરણોમાં પડી ગયો. ત્યાં એના કાને પરિચિત ધ્વનિ અથડાયો : “મહાનુભાવ! તું આવી ગયો!'
પ્રભવે સામે જોયું. મુનિવેશમાં જંબૂકુમારને જોયા!પ્રભવ એકીટસે જંબૂકમારને જોઈ જ રહ્યો! તેની આંખો ભીની થઈ ગઈ. તેણે જંબૂકુમારનાં ચરણ પકડી લીધાં.
પ્રભવ, તેં વચન પાળ્યું! મને સંતોષ થયો.” જંબુસ્વામી બોલ્યા. પ્રભવનો કંઠ અવરુદ્ધ થઈ ગયો હતો. એ કાંઈ ના બોલ્યો.
જંબુસ્વામીએ સુધર્મા સ્વામીને પ્રભવ અને એના સાથીદારોની વાત કરી જ હતી. સુધર્મા સ્વામીની જ્ઞાનદષ્ટિએ પ્રભવના વ્યક્તિત્વને માપી લીધું. વિના ઉપદેશે જેના પગલે-પગલે ચોરો-ડાકુઓ સાધુ બનવા થનગની રહેલા તેમણે જોયા. “પ્રભવ મહાન પુણ્યશાળી છે. આ વાતની પ્રતીતિ થઈ ગઈ. પ્રભવે જંબુસ્વામી સામે જોયું. ચાર આંખો મળી, પ્રભવ બોલ્યો :
ગુરુદેવ, આ ભવને મેં રોળી નાંખ્યો... અનેક ઘોર પાપો મેં કર્યો છે. અનેક નિરપરાધી સ્ત્રી-પુરુષોને મેં માર્યા છે. અનેક સ્ત્રી-પુરુષોને લૂંટી લીધાં છે. અનેક ઘર મેં સળગાવી દીધાં છે.
For Private And Personal Use Only