________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯o.
એક રાત અનેક વાત “મોટાભાઈ, આ બધું સાંભળતાં સાંભળતાં મારી રોમરાજી વિકસ્વર થઈ જાય છે, તો. એમનાં પ્રત્યક્ષ દર્શનથી શું થશે? પાછા જયપુર પહોંચવું મુશ્કેલ બની જશે.” પ્રભવ મૌન રહ્યો. પ્રભુએ કહ્યું :
જો મારા પર આ બેવડી જવાબદારી ન હોત... પિતાજીની અને રાજ્યની, તો હું પણ આપની સાથે જ સાધુ બની જાત. પરંતુ એ માટે ભાગ્ય જોઈએ...”
પ્રભુ, જ્યારે તું તારી જવાબદારીઓથી મુક્ત થઈશ ત્યારે જરૂર આ માર્ગે વળજે... બાકી સંસારમાં તો પાણીને વલોવવા જેવું છે...”
અવશ્ય મોટાભાઈ, જવાબદારીઓને સંભાળનાર તૈયાર થઈ જતાં હું આપનાં ચરણોમાં આવી જઈશ. આપ જ્યાં હશો ત્યાં આવી જઈશ... ત્યાં સુધીમાં, આ પલ્લીને એક ભવ્ય તીર્થધામ બનાવી દઈશ.
શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું ભવ્ય જિનાલય બનાવીશ. તેમાં ભગવાન મહાવીર સ્વામીની રત્નમય પ્રતિમા સ્થાપિત કરીશ. અને મંદિરની ભીંતોમાં એક તરફ મહાત્મા જેબૂકુમારના મહાભિનિષ્ક્રમણના પ્રસંગોને શિલ્પમાં ઉતારશ, બીજી બાજુ આપના મહાન ત્યાગના પ્રસંગોને શિલ્પોમાં કંડારીશ. શિલ્પીઓને હું કલ્પનાચિત્ર આપીશ.
મંદિરની પાસે જ પથિકાશ્રમની સ્થાપના કરીશ. જે રસ્તેથી પસાર થનારા પથિકોનું કાંઈ જ સલામત નહોતું રહેતું, એ જગામાં પથિકોને પૂર્ણ વિશ્રામ મળશે, પાણી મળશે ને ભોજન મળશે.
ચારે બાજુ નંદનવન જેવું ઉઘાન બનાવીશ. વિંધ્યપ્રદેશનું આ એક પરમ આફ્લાદક તીર્થ બનાવીશ.. ભલે જમીન ઉપરથી આ પલ્લી ઊઠી જાય, હું એને શિલ્પમાં જીવંત રાખીશ.”
પ્રભવે પ્રભુની આ વાતનો માત્ર સ્મિતથી પ્રતિભાવ આપ્યો. અને કહ્યું : પ્રભુ, કાલે પ્રભાતે આપણે અહીંથી પ્રયાણ કરવાનું છે. હવે અહીંનાં કેટલાંક કામ પતાવવાનાં છે, તે હું પતાવી દઉં... તું વિશ્રામ કર.'
પ્રભવ ત્યાંથી પલ્લીમાં ચાલ્યો ગયો. પ્રભુ ગંભીર વિચારોમાં ખોવાઈ ગયો.
For Private And Personal Use Only