________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
{ ૨૭. પ્રભવની દીક્ષા|
પ્રભવ, પ્રભુ અને પોતાના ૪૯૯ સાથીઓ સાથે રાજગૃહમાં આવ્યો. હજુ રાજગૃહના વિશાળ રાજમાર્ગો પર તોરણો બંધાયેલાં પડ્યાં હતાં, જે જે માર્ગો ઉપરથી જંબૂકુમાર અને એમના સ્વજનોની શોભાયાત્રા પસાર થઈ હતી, એ માર્ગો પર અક્ષત અને સોના-રૂપાનાં ફૂલ દૃષ્ટિગોચર થતાં હતાં.
પ્રભાતનો સમય હતો. રાજમાર્ગો પર લોકોની સામાન્ય અવર-જવર હતી... પરંતુ લોકો મૌન હતા. પ્રભવ, પ્રભુ અને ૪૯૯ સાથીઓ રાજમાર્ગો પરથી પસાર થતા હતા. તેમને રાજગૃહની બહાર ગુણશીલ ચૈત્યમાં જવું હતું. જિનધર્મ-શાસનના સુકાની ગણધર ભગવંત સુધર્માસ્વામી વિશાલ મુનિવૃંદ સાથે ગુણશીલ ચૈત્યમાં બિરાજમાન હતા. સાત દિવસ પૂર્વે એ ગુણશીલ ચૈત્યનો સુંદર પરિસર, જંબુકમાર અને તેમના સ્વજનોના દીક્ષા મહોત્સવથી શોભી ઊઠ્યો હતો. જ્યાં રાજગૃહના નવ કરોડાધિપતિઓએ સંસારનો ત્યાગ કિરી, સાધુતા સ્વીકારી હતી. જ્યાં તેમની ધર્મપત્નીઓએ પણ પતિના માર્ગનું અનુસરણ કર્યું હતું. જંબૂકુમાર અને એમની આઠ નવોઢા પત્નીઓએ જ્યાં ગણધર ભગવંતનાં પાવન ચરણોમાં જીવન સમર્પણ કર્યું હતું, એ ગુણશીલ ચૈત્યનું ઉદ્યાન પ્રભવ અને એના સાથીઓનું જાણે સ્વાગત કરવા થનગનતું હતું.
પ્રભુ! જો આ સંગેમરમરની હવેલી! આ જંબુકમારની હવેલી હતી.” પ્રભવ અને પ્રભુ અશ્વારૂઢ હતા. પ્રભવે પોતાના અશ્વને ઊભો રાખી પ્રભુને જંબૂકમારની હવેલી દેખાડી. રાજમહેલને ઝાંખો પાડી દે તેવી એ હવેલીને જોઈને પ્રભુ આશ્ચર્યચકિત થઈ ગયો.
ખરેખર મોટાભાઈ, આની આગળ આપણો મહેલ કાંઈ નથી!” પ્રભુ, આ હવેલીમાં રહેનારાઓની આગળ આપણે કાંઈ નથી!' “તદ્ન સાચી વાત મોટાભાઈ...” બન્ને અશ્વ આગળ ચાલ્યા. ગણશીલ ચૈત્યનો પરિસર દેખાયો. પરિસરનો શણગાર હજુ જેમનો તેમ જ હતો. બન્ને ભાઈઓ અશ્વો ઉપરથી નીચે ઊતરી ગયા. સાથીઓએ અશ્વોને સંભાળી લીધા. સહુએ એ પરમપાવન પરિસરમાં પ્રવેશ કર્યો, કે જે પરિસરમાં
For Private And Personal Use Only