________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૯
પ્રભુ સાથે પલ્લીમાં
ડાકુઓના ભવ્ય જીવન પરિવર્તનનું પ્રભવ હસી પડ્યો. પ્રભુએ કહ્યું :
આ દેશની પ્રજાને સેંકડો-હજારો વર્ષ સુધી પ્રેરણા મળતી રહે. કે એક સાથે પ૦૦ ડાકુઓએ અભુત પરાક્રમ કર્યું હતું. તેઓ જિનમતના સાધુઓ બની ગયા હતા! આ કોઈ નાની-સૂની ઘટના નથી. જેવી અદ્ભુત ઘટના જંબૂકમાર અને એમના પરિવારની બની છે, એટલી જ અદ્દભુત ઘટના આ બનવાની છે. હજારો વર્ષ સુધી આ ભવ્ય ઘટનાઓ દુનિયા ભૂલી નહીં શકે.”
પ્રભવ વિંધ્યરાજ પ્રભુના તેજસ્વી મુખને જોઈ રહ્યો. “પ્રભુ જે ધારશે તે કરશે જ.' પ્રભવને વિશ્વાસ હતો, પણ તેને મન સ્મારકની વાત મહત્ત્વની ન હતી. તેના માટે મહત્ત્વની વાત હતી જલદી રાજગૃહી પહોંચવાની!
પ્રભુ, અમે કાલે સવારે અહીંથી રાજગૃહી તરફ પ્રયાણ કરીશું. તું પાછળનું બધું કામ સંભાળી લેજે.”
મોટાભાઈ, હું આપની સાથે રાજગૃહી આવીશ. મારા માણસો પાછળની વ્યવસ્થા સંભાળી લેશે.' “શું તું રાજગૃહી આવીશ? શું પિતાજી ચિંતા નહીં કરે?'
મેં પિતાજીને કહેલું જ છે. તેઓ ચિંતા નહીં કરે. મારે ગણધર ભગવંત શ્રી સુધમાં સ્વામીનાં દર્શન કરવાં છે. મારે મહાન વૈરાગી જંબૂકુમારનાં દર્શન કરવાં છે... એમને જન્મ આપનારાં માતા-પિતાનાં દર્શન કરવાં છે. એમની પરમ તપસ્વિની પત્નીઓનાં દર્શન કરવાં છે. મોટાભાઈ, આવા ઉત્તમ આત્માઓનાં દર્શન કરવા માત્રથી મનુષ્ય પુણ્યશાળી બની જાય... અને જ્યારે આપ. મારા મોટાભાઈ ત્યાગના માર્ગે જાય છે.. ત્યારે વિદાય તો...”
પ્રભુ રડી પડ્યો. પ્રભવની છાતીમાં પોતાનું મુખ છુપાવીને રડી પડ્યો. પ્રભાવ પ્રભુના મસ્તકે પોતાનો હાથ ફેરવતો રહ્યો.
“હું ઇચ્છતો જ હતો કે તું રાજગૃહી આવે. મહાપુરૂષ જંબૂકમારનાં દર્શન કરે! કેવી ભરયુવાનીમાં તેમણે સુખવૈભવભર્યા સંસારનો ત્યાગ કર્યો છે! અને એ આઠ કન્યાઓ? એમના ત્યાગ અને સમર્પણનો વિચાર કરું છું. ને મન સુબ્ધ બની જાય છે... કાંઈ જ સમજાતું નથી. કેવા એ સરળ, નિષ્પાપ અને બુદ્ધિનધાન આત્માઓ છે! કેવા નિર્વિકાર.. નિરાશસ.. ને નિરહંકારી એ આત્માઓ છે! પ્રભુ, ખરેખર તો મને એ મહાત્માઓનું સાંનિધ્ય ગમી ગયું.. સમગ્ર જીવન.. શેષ જીવન આવા મહાત્માઓની સેવામાં વ્યતીત કરવાનું મન થયું.
For Private And Personal Use Only